…તો હું ટીમ ઈન્ડિયાને ચીયર કરીશ
ટી-૨૦ વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન ત્રણેક દિવસમાં થઈ જશે. એ પહેલાં ભારતના ઓપનિંગ બેટર શુભમન ગીલે આ અંગે વાત કરી હતી. ગીલને વર્લ્ડકપ ટીમમાં પસંદ થવાની આશા છે પરંતુ તેણે એવું પણ માન્યું કે ટીમમાં પસંદ ન થવું તેના માટે નિરાશાજનક હશે. તેણે કહ્યું કે મેં પાછલા વર્ષે ૫૦ ઓવરનો વર્લ્ડકપ રમ્યો અને તે મારા માટે સ્વપ્ન જેવું હતું. ટીમમાં પસંદ ન થવાની શક્યતા અંગે ગીલે કહ્યું કે પાછલી સીઝનમાં લગભગ ૯૦૦ રન બનાવ્યા બાદ જો મારી પસંદગી ન થાય તો એક ખેલાડી તરીકે હું નિશ્ચિતપણે નિરાશ થઈશ આમ છતાં હું ખેલાડીઓને ચીયર કરતો રહીશ અને શુભકામના પાઠવીશ.