જીત છતાં દિલ્હીના નામે શરમજનક રેકોર્ડ
દિલ્હી કેપિટલ્સે ગુજરાતને ૯૦ રનમાં તંબુ ભેગું કરી દઈ મોટી જીત હાંસલ કરી છે. જો કે જીત મેળવવા છતાં તેના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો છે. દિલ્હીએ ૯૦ રનનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે પણ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ સાથે જ ટીમ સીઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ ગુમાવી દેનારી ટીમ બની ગઈ છે. તેણે અત્યાર સુધી પાવરપ્લેમાં ૧૩ વિકેટ ગુમાવી છે. તેના પછી બીજા નંબરે લખનૌ આવે છે જેણે ૧૨ વિકેટ ગુમાવી છે. બેંગ્લોર અને રાજસ્થાને પાવરપ્લેમાં ૧૧-૧૧ વિકેટ ગુમાવી છે તો ગુજરાતે પણ પાવરપ્લેમાં ૧૦ વિકેટ ખોઈ છે.