ગુજરાતને વધુ એક ઝટકો: મીલર બે સપ્તાહ નહીં રમે
ઈજાગ્રસ્ત થઈ ગયો: વિલિયમસનથી ગાડું ગબડાવાશે
પંજાબ સામે હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સને વધુ એક ઝટકો લાગ્યો છે. આમ તો પંજાબ સામેની મેચમાં જ ડેવિડ મીલરને સામેલ ન્હોતો કરાયો કેમ કે તે ઈજાગ્રસ્ત હતો. મીલરની ખોટ પણ ટીમને પડી હતી. હવે મીલર બે સપ્તાહ સુધી રમી શકશે નહીં. પંજાબ સામે ગુજરાતે મીલરની જગ્યાએ કેન વિલિયમસનને ટીમમાં સામેલ કર્યો હતો. તેણે ગુજરાતની ઈનિંગ બાદ કહ્યું કે મીલર હજુ પણ ઈજાગ્રસ્ત છે એટલા માટે તે આઈપીએલથી એક અથવા બે સપ્તાહ સુધી દૂર રહેશે. કેનની આ વખતની આઈપીએલની પહેલી મેચ હતી. તેણે આ મેચમાં પોતાની ટીમ માટે ૨૨ દડામાં ચાર ચોગ્ગાની મદદથી ૨૬ રન બનાવ્યા હતા તો કેપ્ટન શુભમન ગીલે અણનમ ૮૯ રન બનાવ્યા હતા. જો કે પંજાબ વતી રમતા શશાંકિ સિંહે અણનમ ૬૧ રનની ઈનિંગ રમીને ગુજરાતના મોઢેથી જીત ખુંચવી લીધી હતી.