ગીલે તોડ્યો કોહલીનો રેકોર્ડ
સૌથી નાની ઉંમરે આઈપીએલમાં ૩૦૦૦ રન બનાવનારો પ્રથમ ભારતીય બેટર
ગુજરાત ટાઈટન્સના બેટર અને કેપ્ટન શુભમન ગીલે આઈપીએલનો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ગીલે વિરાટ કોહલીના રેકોર્ડને ધ્વસ્ત કર્યો છે. કોહલીના નામે સૌથી નાની ઉંમરે ૩૦૦૦ આઈપીએલ રન બનાવવાનો રેકોર્ડ હતો પરંતુ ગીલે આ રેકોર્ડ તોડ્યો સાથે સાથે સૌથી ઝડપી ૩૦૦૦ રન બનાવનારો ચોથો બેટર પણ બન્યો છે. ગીલે રાજસ્થાન સામે ૨૭મો રન બનાવતાં જ તેના ૩૦૦૦ રન પૂરા થઈ ગયા છે. તેણે ૨૪ વર્ષ ૨૧૫ દિવસની ઉંમરે આ ઉપલબ્ધી હાંસલ કરી છે. તેના પહેલાં કોહલીએ ૨૬ વર્ષ ૧૮૬ દિવસમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે સંજુ સેમસન ૨૬ વર્ષ ૩૨૦ દિવસ અને સુરેશ રૈના ૨૭ વર્ષ ૧૬૧ દિવસ તો રોહિત શર્મા ૨૭ વર્ષ ૩૪૩ દિવસમાં ૩૦૦૦ રન બનાવી શક્યા હતા.
આઈપીએલમાં ૩૦૦૦ રન બનાવનારા યુવા બેટર
ઉંમર ખેલાડી
૨૪ વર્ષ ૨૧૫ દિવસ શુભમન ગીલ
૨૬ વર્ષ ૧૮૬ દિવસ વિરાટ કોહલી
૨૬ વર્ષ ૩૨૦ દિવસ સંજુ સેમસન
૨૭ વર્ષ ૧૬૧ દિવસ સુરેશ રૈના
૨૭ વર્ષ ૩૪૩ દિવસ રોહિત શર્મા