કેપ્ટન બનતાં જ શુભમન ગીલે તાક્યું હાર્દિક પંડ્યા પર નિશાન !
વૉઈસ ઑફ ડે, નવીદિલ્હી
આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ ટીમની કમાન શુભમન ગીલને સોંપવામાં આવી છે કેમ કે ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી થઈ છે. કેપ્ટન બન્યાના બે દિવસ બાદ શુભમનનો પ્રથમ મેસેજ આવ્યો છે. ગુજરાત ટાઈટન્સના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી શુભમનનો મેસેજ શેયર કરવામાં આવ્યો છે જેને હાર્દિક પર નિશાન તાકવામાં આવ્યું હોવાનું લોકો ગણાવી રહ્યા છે.
શુભમને કહ્યું કે જેવું કે આપણે બધા જાણીએ જ છીએ કે કેપ્ટનશિપ સાથે ઘણી વસ્તુઓ આવે છે. કમીટમેન્ટ તે પૈકીની એક વસ્તુ છે સાથે સાથે શીસ્ત અને અથાગ મહેનત તેમજ નિષ્ઠા પણ મહત્ત્વના હોય છે. મને લાગે છે કે હું મહાન ખેલાડીઓ સાથે રમી ચૂક્યો છે એટલા માટે શીખ્યો પણ ઘણું જ છું જેનો ફાયદો ટીમને મળશે. અમારી ટીમમાં દિગ્ગજ ખેલાડીઓ છે જેમાં કેન વિલિયમસન, રાશિદ ખાન, મોહમ્મદ શમી સામેલ છે. ડેવિડ મીલર અને રિદ્ધિમાન સાહા પણ ટીમનો હિસ્સો છે.