કાર્તિકના દિમાગમાં વર્લ્ડકપ ચાલી રહ્યો છે !
બેંગ્લોર-મુંબઈ વચ્ચેની મેચમાં રોહિતે દિનેશ કાર્તિક પર કરેલો કટાક્ષ વાયરલ થઈ રહ્યો છે. કાર્તિકે છેલ્લી ઓવરમાં ધમાકેદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું. આ વર્ષે ટી-૨૦ વર્લ્ડકપ રમાવાનો છે ત્યારે કોઈ પણ ખેલાડી કસર છોડવા માંગતો નથી. હજુ સુધી કાર્તિકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો નથી. આવામાં રોહિતે કાર્તિકની ટીકા કરવામાં કોઈ કસર છોડી ન્હોતી. રોહિતે કહ્યું કે વર્લ્ડકપ સિલેક્શન માટે આ (કાર્તિક) ધ્યાન દોરવા માંગે છે. તેના દિમાગમાં અત્યારે વર્લ્ડકપ ચાલી રહ્યો છે. શાબાશ ડીકે ! વર્લ્ડકપ ચાલી રહ્યો છે, વર્લ્ડકપ…આ પછી રોહિત ઈશાન સાથે હસતો જોવા મળ્યો છે. આ અંગેનો વીડિયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે.