એડિલેડથી વેલિંગ્ટન… 3217 કિમીના અંતરે 12 મિનિટમાં બે મેચમાં બન્યો એકસરખો સંયોગ
એડિલેડથી વેલિંગ્ટન… 3217 કિમીના અંતરે 12 મિનિટમાં બે મેચમાં બન્યો એકસરખો સંયોગ
ટેસ્ટ ક્રિકેટમાં હાલમાં ત્રણ મોટી શ્રેણી ચાલી રહી છે. તેમાંથી એક ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છે, બીજી શ્રેણી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે છે અને ત્રીજી શ્રેણી દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. આ દરમિયાન, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એડિલેડ ટેસ્ટ મેચ અને ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની વેલિંગ્ટન ટેસ્ટ મેચમાં એક એવી ઘટના જોવા મળી જેના પર ચાહકો વિશ્વાસ કરી શકશે નહીં. એક જ સમયે બે અલગ-અલગ સ્થળોએ મેચ રમાય રહી છે પરંતુ આ બંને મેચમાં એક જ જેવી ઘટના બની છે,
રાહુલ અને વિલિયમસન બંને નોટઆઉટઃ
ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વચ્ચે એડિલેડના મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ખરાબ શરૂઆત અને સકળ યુવા બેસ્ટમેન જયસ્વાલ પ્રથમ બોલ પર જ આઉટ થયો હતો. આ પછી રાહુલ સાવધાનીપૂર્વક રમ્યો પરંતુ જ્યારે તેણે સ્કોટ બોલેન્ડનો બોલને ઓફ સ્ટમ્પની બહાર રમવાનો પ્રયાસ કર્યો તો તે સીધો વિકેટકીપર પાસે ગયો.
આ પછી જ્યારે ત્રીજા અમ્પાયરે નો-બોલનો આદેશ આપ્યો તો રાહુલ પેવેલિયનમાં ગયો. રાહુલ સાથે જ્યારે આ ઘટના બની ત્યારે ભારતમાં સવારના 10:12 વાગ્યા હતા. માત્ર 12 મિનિટ પહેલા આવી જ ઘટના વેલિંગ્ટન ટેસ્ટ મેચમાં પણ બની હતી, જ્યાં કેન વિલિયમસન પણ બ્રેડન કાર્સના હાથે આઉટ થયા બાદ નો-બોલથી બચી ગયો હતો. આ બંને ઘટના એક સમાન છે.
બંનેનો સ્કોર પણ એકસરખો:
કેએલ રાહુલ અને કેન વિલિયમસન બંને નો-બોલ પર આઉટ થવાથી બચવાની તકનો લાભ લેવામાં નિષ્ફળ ગયા અને બંનેએ બેટ વડે 37-37નો સ્કોર કર્યો. રાહુલે 64 બોલનો સામનો કર્યો હતો, જ્યારે વિલિયમસન પણ 56 બોલનો સામનો કર્યા બાદ આઉટ થયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ચાહકોને આ પ્રકારની સમાનતા ઓછી જોવા મળે છે. બંને નો બોલથી આઉટ થતા બચી ગયા અને પાછળથી એકસરખો સ્કોર બોર્ડ પર નોંધાવ્યો હતો.
રવિ શાસ્ત્રીએ પસંદ કર્યા વિશ્વના 4 મહાન ખેલાડીઓ, ચારેયને ‘ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ’નું બિરુદ
ટીમ ઇન્ડિયાનાં પૂર્વ કોચ અને પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ વિશ્વ ક્રિકેટના ચાર મહાન ખેલાડીઓની પસંદગી કરી છે. ભૂતપૂર્વ ભારતીય કોચે ‘ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઈમ’ (રવિ શાસ્રી ઑન ઑલ ટાઈમ) ના ખેલાડીઓમાં એક ભારતીય ખેલાડીને સ્થાન આપ્યું છે.
પૂર્વ ભારતીય દિગ્ગજ ગુંડપ્પા વિશ્વનાથને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રીએ કહ્યું કે, તેમના બાળપણના હીરો ગુંડપ્પા વિશ્વનાથ હતા. હું તેને ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ કેટેગરીમાં નંબર વન પર રાખું છું એટલે કે શાસ્ત્રીએ વિશ્વનાથને પોતાનો ફેવરિટ ક્રિકેટર ગણાવ્યો છે.
આ પછી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી ગેરી સોબર્સને બીજું સ્થાન આપ્યું છે. ત્રીજા નંબર પર રવિ શાસ્ત્રીની પસંદગી વેસ્ટ ઈન્ડિઝના મહાન દિગ્ગજ વિવિયન રિચર્ડ્સ છે. ચોથા નંબર પર પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈમરાન ખાનને સ્થાન આપ્યું છે.
ગુંડપ્પા વિશ્વનાથ
ગુંડપ્પા વિશ્વનાથની કારકિર્દીની વાત કરીએ તો આ પૂર્વ મહાન ખેલાડીએ 91 ટેસ્ટમાં 6080 રન બનાવ્યા છે. વિશ્વનાથ 14 સદી અને 35 અડધી સદી ફટકારવામાં સફળ રહ્યા હતા.
ગેરી સોબર્સ
ગેરી સોબર્સે ટેસ્ટમાં 8032 રન બનાવ્યા છે જેમાં 26 સદી અને 30 અડધી સદી સામેલ છે. તે 235 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. વિવિયન રિચર્ડ્સે 121 ટેસ્ટમાં 8540 રન બનાવ્યા છે, વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ મહાન ખેલાડીએ 24 સદી અને 45 અડધી સદી ફટકારી છે. રિચર્ડ્સે વનડેમાં 11 સદી ફટકારી છે.
ઈમરાન ખાન
ઈમરાન ખાને ટેસ્ટમાં 3807 રન બનાવ્યા હતા, ત્યારે ODIમાં તેણે 3709 રન બનાવ્યા હતા, જ્યારે ટેસ્ટમાં ઈમરાન 362 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. જ્યારે ODIમાં તે 182 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ઈમરાનને વિશ્વ ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં રવિ શાસ્ત્રી ઓસ્ટ્રેલિયામાં છે, જ્યાં તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કોમેન્ટેટરની ભૂમિકા ભજવી રહ્યો છે.
વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સતત છઠ્ઠી મેચ ડ્રો
વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઈનલમાં, ડી ગુકેશ અને ચીનના ડીંગ લિરેન વચ્ચેની મેચ કિંગ Vs કિંગ પર ડ્રોમાં સમાપ્ત થઈ. આ 9મા રાઉન્ડની મેચ હતી. બંને ખેલાડીઓ 54 ચાલ બાદ ડ્રો પર સહમત થયા હતા.
32 વર્ષીય ચાઈનીઝ ગ્રાન્ડ માસ્ટર લિરેન પ્રથમ મેચ જીત્યો હતો જ્યારે 18 વર્ષીય ભારતીય ગ્રાન્ડ માસ્ટર ગુકેશ ત્રીજી મેચ જીત્યો હતો. બીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી ગેમ ડ્રો રહી હતી. આ સતત છઠ્ઠી અને મેચની સાતમી એકંદર રમત છે, જેમાં બંને ખેલાડીઓએ પોઈન્ટ શેર કર્યા હતા. આ ડ્રો બાદ બંને ખેલાડીઓના સમાન 4.5 પોઈન્ટ છે. જે ચેમ્પિયનશિપ જીતવા માટે જરૂરી 7.5 પોઈન્ટ કરતા ત્રણ પોઈન્ટ ઓછા છે.
25 લાખ ડોલરની ઈનામી રકમવાળી ચેમ્પિયનશિપમાં હવે માત્ર 5 મેચ જ બાકી છે. જો 14 રાઉન્ડ પછી સ્કોર ટાઈ રહે છે, તો વિજેતા નક્કી કરવા માટે ‘ફાસ્ટર ટાઈમ કંટ્રોલ’ હેઠળ મેચ થશે.
જ્યારે ચેસ મેચ દરમિયાન ચેસ બોર્ડ પર ફક્ત બંને ખેલાડીઓના કિંગ જ રહે છે, ત્યારે તેને કિંગ Vs કિંગ ડ્રો કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈ એક ખેલાડી માટે જીતવાની કોઈ શક્યતા નથી.
