ઈશાન-અય્યર પર BCCIનો કોરડો: સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી કરશે આઉટ
રણજી ટ્રોફીમાં રમવાનો આદેશ છતાં બન્નેએ કરેલી અવગણના ભારે પડશે
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ થનારા ખેલાડીઓની યાદી તૈયાર: ટૂંક સમયમાં જાહેરાતટ્રોફીમાં નહીં રમવું ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને ભારે પડી ગયું છે. બીસીસીઆઈએ આ બન્ને સામે કાર્યવાહી કરતા તેમને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ (બોર્ડ દ્વારા દર વર્ષે ગ્રેડ પ્રમાણે ચૂકવાતી રકમ)માંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. અજીત અગરકરના નેતૃત્વમાં પસંદગીકારોએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ થનારા ખેલાડીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે જેનું એલાન ઝડપથી કરી દેવાશે. ઈશાન-અય્યર બોર્ડનો આદેશ છતાં રણજી ટ્રોફીમાં રમી રહ્યા નથી. ડિસેમ્બર-જાન્યુઆરીમાં આફ્રિકાના પ્રવાસથી ભારત પરત આવ્યા બાદ કિશન વ્યક્તિગત કારણોસર લાંબા બ્રેક પર છે. જો કે તે અત્યારે પોતાની આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે વડોદરામાં પ્રેક્ટિસ કરી રહ્યો છે પરંતુ પોતાના રાજ્ય ઝારખંડની ટીમ વતી રણજી ટ્રોફી રમી રહ્યો નથી. અય્યરનું પણ આવું જ છે. તેણે મુંબઈ ક્રિકેટ એસો.ને એવી જાણ કરી હતી કે તેની પીઠમાં દુ:ખાવો હોવાને કારણે તે રણજી ટ્રોફીમાં રમી શકશે નહીં. જો કે નેશનલ ક્રિકેટ એકેડેમી દ્વારા અય્યર બિલકુલ ફિટ હોવાનું જણાવાયું છે ! ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે પાછલા સપ્તાહે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા અને ભારત
એ’ના ક્રિકેટરોને ચેતવ્યા હતા કે રણજી ટ્રોફીમાં તેમની ગેરહાજરી જરા પણ ચલાવી લેવાશે નહીં અને કાર્યવાહી કરવા માટે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરને આ અંગે ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે.