ઈંગ્લેન્ડ સામે ૧૦૦ વિકેટ-૧૦૦૦ રન બનાવનારો અશ્વિન પ્રથમ ભારતીય
વધુ એક કીર્તિમાન પોતાના નામે કર્યો
ભારતીય ટીમના દિગ્ગજ સ્પીનર આર.અશ્વિને રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ ચોથી ટેસ્ટમાં એક વિકેટ લઈને મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં કોઈ એક ટીમ વિરુદ્ધ એક હજાર રન અને ૧૦૦ વિકેટ લેનારો ભારતનો પહેલો ખેલાડી બન્યો છે. અશ્વિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં એક હજારથી વધુ રન બનાવ્યા છે જ્યારે જોની બેરિસ્ટોના રૂપમાં ૧૦૦મી વિકેટ ખેડવી હતી.
એટલું જ નહીં આ રેકોર્ડ બનાવનારો તે બીજો ભારતીય બોલર પણ છે. તેણે ૨૩ મેચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક હજારથી વધુ રન અને ૧૦૦ વિકેટ પૂરી કરી છે જ્યારે ઈંગ્લેન્ડના ઈયાન બોથમે ઓસ્ટે્રલિયા વિરુદ્ધ ૨૨ ટેસ્ટમાં આવું કર્યું હતું. અશ્વિન આ યાદીમાં જગ્યા બનાવનારો દુનિયાનો સાતમો ખેલાડી છે. ઉલ્લેખનીય છે કે અશ્વિને તાજેતરમાં જ ૫૦૦ ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી અને મુરલીધરન બાદ બીજો સૌથી ઓછી મેચમાં આ ઉપલબ્ધી હાંસલ કરનારો બોલર બન્યો હતો.
ટેસ્ટમાં કોઈ એક ટીમ વિરુદ્ધ ૧૦૦૦ રન-૧૦૦ વિકેટ લેનારા ખેલાડી
ખેલાડી હરિફ ટીમ
જ્યોર્જ ગિફેન ઈંગ્લેન્ડ
મોની નોબલ ઈંગ્લેન્ડ
વિયફેડ રોડ્સ ઑસ્ટે્રલિયા
ગારફિલ્ડ સોબર્સ ઈંગ્લેન્ડ
ઈયાન બોથમ ઑસ્ટે્રલિયા
સ્ટુઅર્ટ બ્રોડ ઑસ્ટે્રલિયા
આર.અશ્વિન ઈંગ્લેન્ડ