આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ
શ્રેણીમાં ભારત ૧-૦થી પાછળ: વિશાખાપટ્ટનમની પીચ પર સ્પીનરેા ખીલી ઉઠે તેવી શક્યતા: સવારે ૯:૩૦ વાગ્યાથી મુકાબલેા શરૂ
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની શ્રેણીનેા બીજો મુકાબલેા આજથી વિશાખાપટ્ટનમમાં રમાશે. હૈદરાબાદમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે શાનદાર જીત મેળવી હતી. હાલ તે શ્રેણીમાં ૧-૦થી આગળ છે. બીજી ટેસ્ટના ત્રીજા દિવસે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
જ્યાં આ મુકાબલેા થવાનેા છે તે ડૉ.વાઈ.એસ.રાજશેખર રેડ્ડી સ્ટેડિયમની પીચ બેટિંગ માટે અનુકુળ છે પરંતુ દેશના મહત્તમ પીચની જેમ અહીં પણ પ્રારંભે ફાસ્ટ અને ત્યારબાદ સ્પીન બેાલરેાને મદદ મળે છે. જો કે આ ટેસ્ટ માટે સ્પીન પીચ તૈયાર કરવામાં આવી શકે છે. જો કે પાછલા વર્ષે ઓસ્ટે્રલિયા વિરુદ્ધ રમાયેલી ટેસ્ટમાં જે બન્યું તેનાથી ભારત સાવધાન રહેશે. આ ગ્રાઉન્ડ પર કાળી માટીથી પીચ તૈયાર કરાઈ હેાવાથી બાઉન્સ થેાડેા ઓછેા મળશે.
છેલ્લે જ્યારે આ મેદાન ઉપર મેચ રમાઈ ત્યારે મેાહમ્મદ શમીએ ૩૫ રન આપીને ૫ વિકેટ અને રવીન્દ્ર જાડેજાએ ૮૭ રન આપીને ચાર વિકેટ ખેડવી હતી. આ મેચમાં ભારતે આફ્રિકા વિરુદ્ધ ૨૦૩ રને મેાટી જીત મેળવી હતી. ભારતે એ મેચમાં માત્ર બે નિષ્ણાત સ્પીનરને ઉતાર્યા હતા. કુલ મળીને અહીં પહેલાં બેટિંગ કરનારી ટીમે જીત હાંસલ કરી છે.
ઈંગ્લેન્ડના બાઝબેાલ'નેા જવાબ ભારત
રૈઝબેાલ’થી આપશે
ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવવા માટે એડીચેાટીનું જોર લગાવી રહી છે. ખાસ કરીને ઈંગ્લેન્ડને તેના જ અંદાજમાં જવાબ આપવાની તૈયારી કરી લેવાઈ છે અને આ તૈયારીનું નામ `રૈઝબેાલ’ છે. આ નામ હજુ સુધી ચર્ચામાં આવ્યું નથી પરંતુ આજની ટેસ્ટથી તેની ઝલક જોઈ શકે છે. આ રૈઝબેાલનેા કર્તાહર્તા રજત પાટીદાર છે જે આજની મેચથી ડેબ્યુ કરી શકે છે. ભારતે પ્રેક્ટિસ સેશનમાં મેાડે સુધી સ્વિપ અને રિવર્સ સ્વિપ શેાટની પ્રેક્ટિસ કરી હતી. ઈંગ્લેન્ડે પહેલી ટેસ્ટમાં આ શેાટથી જ ભારતને પરેશાન કર્યું હતું. ભારતના મહત્તમ બેટરેાએ આ શેાટની પ્રેક્ટિસ કરી હતી જેમાં રજત સૌથી વધુ રમ્યેા હતેા.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર: એન્ડરસનની વાપસી
જૈક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પેાપ, જો રુટ, જોની બેરિસ્ટેા, બેન સ્ટેાક્સ, બેન ફેાક્સ, રેહાન અહમદ, ટેામ હાર્ટલી, શેાયેબ બશીર, જેમ્સ એન્ડરસન.