અમારે નથી બનવું ટીમ ઈન્ડિયાના કોચ !
રિકી પોન્ટીંગ-એન્ડી ફ્લાવરે ઠુકરાવી ઑફર
ટીમ ઈન્ડિયાના આગામી કોચ કોને બનાવવા તેને લઈને બીસીસીઆઈની કસરત દિવસેને દિવસે વધી રહી છે જેમાં તેને સફળતા મળી રહી હોય તેવું લાગતું નથી કેમ કે થોડા જ કલાકની અંદર બબ્બે દિગ્ગજોએ કોચ બનવાનો ઈનકાર કરી દીધો છે.
ઓસ્ટે્રલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગનો બોર્ડ દ્વારા સંપર્ક કરાયો હતો જેણે સ્પષ્ટ ના કહી દીધી છે. પોન્ટીંગે આઈસીસીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેનો સંપર્ક કરાયો હતો પરંતુ તેને જરા પણ રસ નથી. તે કોઈ નેશનલ ટીમનનો ફુલ ટાઈમ કોચ બનવા માંગે છે પરંતુ અત્યારે તેની જીવનશૈલીમાં આ કાર્ય ફીટ બેસી રહ્યું નથી એટલા માટે તે ટીમ ઈન્ડિયાનો કોચ બનવા ઈચ્છુક નથી. તેણે આઈપીએલને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લીધાો છે. તેણે કહ્યું કે જો ટીમ ઈન્ડિયાનો કોચ બનશે તો આઈપીએલમાં કોચ રહી શકશે નહીં જે એક મહત્ત્વનું પરિબળ છે.
જ્યારે આઈપીએલમાં બેંગ્લુરુ ટીમના કોચ એન્ડી ફ્લાવરે પણ આ ઓફર ઠુકરાવી દીધી છે. તેણે કહ્યું કે ન તો તેણે આ માટે અરજી કરી છે કે ન તો તે કરશે. ફ્લાવરે ફ્રેન્ચાઈઝી ટૂર્નામેન્ટસમાં જ કોચિંગ આપવાને કાફી ગણાવ્યું હતું અને તેને આમ કરવાથી જ ખુશી મળી રહ્યાનું કહ્યું હતું.