અફઘાન વિરુદ્ધ ટેસ્ટ રમીને શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ
શ્રીલંકા-અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. કોલંબોના સિંહલી સ્પોર્ટસ ક્લબમાં આ મુકાબલો રમાઈ રહ્યો છે. આ સાથે જ શ્રીલંકાએ ઈતિહાસ પણ રચ્યો છે. શ્રીલંકા તમામ ફુલ મેમ્બર ટીમ વિરુદ્ધ ટેસ્ટ મેચ રમનારી બીજી ટીમ બની ગઈ છે. શ્રીલંકા પહેલાં આવું માત્ર બાંગ્લાદેશે જ કર્યું છે. અફઘાને પોતાની પહેલી ટેસ્ટ મેચ ૨૦૧૮માં ભારત સામે રમી હતી. અત્યારે તેને પોતાની આઠમી ટેસ્ટ રમી રહી છે. અફઘાન ક્રિકેટ બોર્ડના પ્રમુખે કહ્યું કે શ્રીલંકા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચ રમવી અત્યંત સુખદ છે. શ્રીલંકાનો ટેસ્ટ ક્રિકેટ રમવાનો એક સમૃદ્ધ ઈતિહાસ છે. ૨૦૨૪ અમારા માટે ટેસ્ટ ક્રિકેટથી ભરપૂર છે કેમ કે અમે આ વર્ષમાં અનેક ટેસ્ટ મેચ રમવાના છીએ.