માર્કરમ-વેરિનની ફિફટી: વિન્ડિઝ પર આફ્રિકા ભારે
બીજી ટેસ્ટના બીજા દિવસે પણ બોલરો હાવિ: આફ્રિકા ૨૩૯ રનથી આગળ
વિન્ડિઝ-આફ્રિકા વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ૮ વિકેટ પડી હતી. વિન્ડિઝે ૯૭ રનથી આગળ રમતાં ૧૪૪ રન બનાવ્યા હતા. જેસન હોલ્ડર અને શમર જોસેફે ૧૦મી વિકેટ માટે ૪૦ રનની ભાગીદારી કરી હતી.
બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકાએ મજબૂત શરૂઆત કરી હતી. એડેન માર્કરમ અને ટોની ડી જોરજીએ ૭૯ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. વિન્ડિઝે અમુક વિકેટ ઝડપથી પાડી હતી. એકંદરે ૧૩૪ રનના સ્કોરે આફ્રિકાએ બે વિકેટ ઝડપથી ગુમાવી પરંતુ ત્યારબાદ વેરિન અને વિયાન મુલ્ડર વચ્ચે છઠ્ઠી વિકેટ માટે અણનમ ૮૪ રનની ભાગીદારી થઈ હતી.
બીજા દિવસે પણ ફાસ્ટ બોલરોનો દબદબો રહ્યો હતો. વિન્ડિઝના ફાસ્ટ બોલર જેડન સીલ્સે ત્રણ વિકેટ ખેડવી હતી. જો કે સ્પીનર્સને પણ હવે પીચથી મદદ મળવા લાગી છે. વિન્ડિઝની પહેલી ઈનિંગમાં કેશવ મહારાજે તો આફ્રિકાની બીજી ઈનિંગમાં વિન્ડિઝ વતી ગુડાકેશ મોતીએ તરખાટ મચાવ્યો હતો. આફ્રિકાએ બીજી ઈનિંગમાં ૨૨૩ રન બનાવી લીધા છે એટલા માટે તેની લીડ ૨૩૯ રને પહોંચી ગઈ છે.