ભારત સામે ટેસ્ટ શ્રેણી માટે બાંગ્લાદેશની ટીમ જાહેર
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે ૧૯ સપ્ટેમ્બરથી ટીમ ઈન્ડિયા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમનું એલાન કરી દીધું છે. ટીમની કમાન નઝમુલ હુસૈન શાંતોના હાથમાં રહેશે. બાંગ્લાદેશી ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ભારતીય ટીમ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આ શ્રેણીની પહેલી ટેસ્ટ ૧૯ સપ્ટેમ્બરે ચેન્નાઈ અને બીજી ટેસ્ટ ૨૭ સપ્ટેમ્બરે કાનપુરમાં રમાશે. ટીમમાં નઝમુલ શાંતો ઉપરાંત શાદમન ઈસ્લામ, જાકિર હસન, મોમિનૂલ હક્ક, મુશ્ફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ, મહેદી હસન મીરાજ, જાકિર અલી, તસ્કીન અહમદ, હસન મહમૂદ, નાહિદ રાણા, તાઈઝુલ ઈસ્લામ, મહમુદુલ હસન જોય, નઈમ હસન અને ખાલિદ અહમદનો સમાવેશ કરાયો છે.