કાનપુર હાઇવે પર મહિલાની માથા વગરની નગ્ન લાશ મળી
24 કલાક બાદ પણ ભેદ વણઉકેલ
દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હોવાની આશંકા
ઉત્તર પ્રદેશના કાનપુરમાં બુધવારે સવારે કાનપુર દિલ્હી હાઈવે પરથી એક મહિલાની માથું કપાયેલી હાલતમાં નગ્ન લાશ મળી આવતા ભારે ભેદ ભરમ સર્જાયા છે. લાશ મળ્યાના 24 કલાક બાદ પણ મહિલાની ઓળખ ન મળતા રહસ્ય વધુ બન્યું છે. આ મહિલા પર દુષ્કર્મ આચાર્ય બાદ હત્યા કરીને લાશને ફેંકી દેવાઈ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ સવારે 6:30 વાગ્યે લાશ પડી હોવાની એક રાહદારીને જાણકારી આપ્યા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. લાશનો ચેહરો ગાયબ હતો. હાથ પગ અને દાંત તૂટી ગયા હતા.
મહિલાના મૃતદેહ પાસેથી ફાટેલા વસ્ત્રોના ટુકડા મળી આવ્યા હતા. પોલીસે થોડે દૂર આવેલા સ્થળે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એવા જ વસ્ત્રો પહેરેલી એક મહિલા નજરે પડી હતી. જો કે આ બનાવ હત્યાનો છે કે અકસ્માતનો તે અંગે મોડે સુધી પોલીસે કોઈ સત્તાવાર જાહેરાત નહોતી કરી. મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો હતો.મહિલાની હત્યા કર્યા બાદ તેના ઉપર વાહન ફેરવી દેવામાં આવ્યું હોય અથવા તો મહિલા અકસ્માતનો ભોગ બની હોય તે બંને સંભાવનાઓ પોલીસ ચકાસી રહી છે.
અખિલેશ યાદવે નિષ્પક્ષ તપાસની માગણી કરી
સમાજવાદી પાર્ટીના વડા અખીલેશ યાદવે સ્ત્રી ઉપરના અપરાધની આ ભયંકર ઘટના અંગે નિષ્પક્ષ તપાસની માગણી કરી હતી. તેમણે કહ્યું કે મહિલાની લાશ જે હાલતમાં મળી છે તે જોતા તેની ઉપર અમાનવિય અત્યાચાર થયો હોવાની શંકા જાગે છે. તેમણે ઉત્તર પ્રદેશની સરકારને રાજનીતિથી ઉપર ઉઠી આ બનાવની તપાસ કરી ગુનેગારોને સજા આપવા અનુરોધ કર્યો હતો