કાનપૂર ટેસ્ટનો બીજો દિવસ વરસાદે ધોઈ નાખ્યો
એક પણ બોલ ફેંકાઈ ન શક્યો
ભારત-બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ટેસ્ટ મેચનો બીજો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. બીજા દિવસે એક પણ બોલ ફેંકાઈ શક્યો ન્હોતો. બીજા દિવસે સ્ટમ્પ સુધી પહેલી ઈનિંગમાં બાંગ્લાદેશનો સ્કોર ત્રણ વિકેટે ૧૦૭ રન છે. મોમિનૂલ હક્ક અને મુશ્ફિકુર રહીમ ૬ રન બનાવીને અણનમ છે. કાનપુરમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ જતાં મેચ રમાડી શકાય તેવી સ્થિતિ જ રહી ન્હોતી.
ખરાબ રોશની અને વરસાદને કારણે પહેલાં દિવસે માત્ર ૩૫ ઓવર જ ફેંકાઈ શકી હતી. મેચમાં ટોસ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જીત્યો અને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિતની આગેવાનીમાં ભારતે ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ૨૮૦ રનની જીત હાંસલ કરી હતી. આ મેચમાં અશ્વિને કમાલનું પ્રદર્શન કર્યું હતું.