કાલે મહિલાઓ સિટી બસમાં મફત મુસાફરી કરી શકશે
રક્ષાબંધને મહાપાલિકાની ભેટ
આવતીકાલે રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેનો પોતાના લાડકવાયા ભાઈઓને રાજકોટના કોઈ પણ ખૂણે જઈને રાખડી બાંધી શકે તે માટે મહાપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સિટી બસ તેમજ બીઆરટીએસ બસમાં દરેક મહિલાઓ-બહેનોને મફતમાં મુસાફરી કરવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે મનપાના પદાધિકારીઓએ જણાવ્યું કે ભારત તહેવારોનો દેશ છે તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીયે છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ દિવસે બહેનો સરળતાથી અવર-જવર કરી શકે તે માટે મફતમાં બસ મુસાફરી કરવા દેવામાં આવશે. કાલે કોઈ પણ રૂટ ઉપર ગમે તેટલી વખત ફક્ત બહેનો-મહિલાઓ નિ:શુલ્ક મુસાફરી કરી શકશષ. જ્યારે પુરુષોએ મુસાફરી દરમિયાન નિયતદરની ટિકિટ લેવાની રહેશે.