Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સંસદમાં અગ્નિકાંડનો મુદ્દો ઉઠાવીશ: રાહુલ ગાંધી

Sat, June 22 2024

રાજકોટના પીડિત પરિવારો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરતાં કોંગી નેતા
બ્લાસ્ટ કેવીરીતે થયો, ફાયર બ્રિગેડ કેટલી વારમાં પહોંચ્યું, કોંગ્રેસે અત્યાર સુધી શું શું કર્યું સહિતની વિગતો માંગી
પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ઘટનાનું અતથી ઈતિ સુધીનું કર્યું વર્ણન
પીડિતોને ન્યાય મળી રહે તે માટે કોંગ્રેસને દરેક પ્રકારની લડત ચલાવવા આહ્વાન


રાજકોટ ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચમક્યા બાદ હવે તેની ગુંજ સંસદમાં સંભળાવાની છે. આ કાંડમાં ૨૭ નિર્દોષ લોકો ભુંજાઈ ગયા બાદ પરિવાર ન્યાય માટે દર દર ભટકી રહ્યો છે પરંતુ સરકાર હજુ સુધી આ કાંડ પાછળ જવાબદારોની જવાબદારી નક્કી કરી શકી નથી. કોંગ્રેસે આ મુદ્દાને ઉઠાવી લઈને અત્યાર સુધી ન કર્યું હોય તેવું આંદોલન શરૂ કર્યું છે. કોંગ્રેસે `એક’ થઈને જવાબદારોને સજા અને પીડિતોને ન્યાય મળે તે માટે એલાન-એ-જંગનું એલાન કર્યું છે અને મંગળવારે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે હવે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ મુદ્દાને સંસદમાં ઉઠાવવાનું એલાન કરતાં રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે.

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા રાહુલ ગાંધીને અગ્નિકાંડ કેવી રીતે સર્જાયો તે અંગે માહિતી આપવામાં આવી હતી. મેવાણીએ જણાવ્યું કે ગેરકાયદેસર રીતે બનેલા ગેઈમ ઝોનમાં આગ લાગતાં ૩૦૦૦ ડિગ્રી તાપમાનમાં લોકો ભુંજાઈ ગયા હતા. આ ઘટના બાદ ભાજપના ધારાસભ્ય, સાંસદ કે સ્થાનિક નેતા કોઈ વાત કરવા તૈયાર થઈ રહ્યા નથી અને પીડિતો સાથે પણ કોઈ પ્રકારની વાતચીત કરતા નથી. કોંગ્રેસ દ્વારા આ કેસ ફાસ્ટ ટે્રક કોર્ટમાં ચાલે તે સહિતની માંગણી સાથે લડત ચલાવાઈ રહી છે.


ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધી સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે વાત કરતા કહ્યું કે ગેઈમ ઝોનમાં એન્ટ્રી-એક્ઝિટનો એક જ ગેઈટ હતો. આ ઉપરાંત બાંધકામ સંપૂર્ણ ગેરકાયદેસર હતું. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે કેન્ડલ માર્ચ, ત્રણ દિવસના અનશન સહિતના વિરોધાત્મક કાર્યક્રમ કરવામાં આવ્યા છે. કોંગ્રેસની માંગ છે કે સુપ્રીમ-હાઈકોર્ટના નિવૃત્ત જજના નેજા હેઠળ ભ્રષ્ટાચારનો એક પણ દાગ ન લાગ્યો હોય તેવા અધિકારીઓની એક કમિટી બને અતે તેના દ્વારા તપાસ કરવામાં આવે.
આ પછી રાહુલ ગાંધીએ અગ્નિકાંડમાં મોતને ભેટેલા આશાબેનના પરિવારજન સાથે વાત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે આ મુદ્દે ભાજપ દ્વારા તેમની કોઈ જ મદદ કરાઈ રહી નથી.


રાહુલ ગાંધીએ ફાયર બ્રિગેડ કેટલી વારમાં ત્યાં પહોંચ્યું, બ્લાસ્ટ કેવી રીતે થયો, કોંગ્રેસે અત્યાર સુધી શું શું કર્યું તે સહિતના મુદ્દે ચર્ચા કર્યા બાદ કહ્યું હતું કે આ મામલે તંત્ર પણ નિષ્પક્ષ દબાણ લાવવા માટે કોંગ્રેસે તમામ પ્રયાસ કરવા જ જોઈએ સાથે સાથે પીડિતોને વધુ વળતર મળે તે માટે પણ અવાજ ઉઠાવવો જોઈએ. આ પછી તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આ મુદ્દેને સંસદમાં ઉછાળવામાં આવશે. આગામી ૨૪ જૂનથી ૩ જૂલાઈ સુધી સંસદનું ખાસ સત્ર મળી રહ્યું છે જેમાં આ મુદ્દો ઉઠાવાશે.

Share Article

Other Articles

Previous

રમકડાની આડમાં નશીલા પદાર્થો લાવવાના ષડ્યંત્રનો પર્દાફાસ

Next

વલસાડ-સુરતમાં ધોધમાર : અમરેલી, ધારીમાં પણ વરસાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
આજે ભારત બંધ દરમિયાન બંગાળમાં ડાબેરીઓ અને કર્મચારીઓ રોડ પર ઉતર્યા અને ટાયરો સળગાવ્યા, દિલ્હીમાં બંધની અસર નહીવત
17 મિનિટutes પહેલા
2002ના કરોડો રૂપિયાના ઇમ્પોર્ટ એક્સપોર્ટ કૌભાંડની આરોપી અને 23 વર્ષથી ફરાર મોનિકા કપૂર અમેરિકામાં પકડાઈ, સીબીઆઇ ભારત લાવે છે
18 મિનિટutes પહેલા
આજે બીજા 7 દેશો માટે ટેરિફનો બોમ્બ ફોડશે ટ્રમ્પ, સાંજ સુધીમાં અન્ય કેટલાક દેશો પર પણ બોજો નાખશે
20 મિનિટutes પહેલા
મુંબઈમાં એકનાથ શિદે જૂથના ધારાસભ્યની ખુલ્લેઆમ ગુંડાગીરી, એમએલએ હોસ્ટેલના કેન્ટીન સંચાલકને દાળ બરાબર બની ન હોવાથી માર માર્યો
22 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2243 Posts

Related Posts

રાજકોટમાં રખડતાં ઢોર પકડાય તો માલિકને ૪૦૦૦નો દંડ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગુજરાતને વધુ એક ઝટકો: મીલર બે સપ્તાહ નહીં રમે
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
રામોજી ફિલ્મ સીટીના સ્થાપક રામોજી રાવનું હૈદરાબાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજથી ટીમ ઈન્ડિયાની `આફ્રિકી પરીક્ષા’
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર