Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ઇંડા-નોનવેજના ગેરકાયદે દૂષણ દૂર કરવા દબાણ હટાવ શાખાને કોનું `દબાણ’?

Mon, December 4 2023

નિયમોનું ઉલ્લંઘન કરીને ધંધો ભયાનક `વાયરસ’ની જેમ ફેલાઇ રહ્યો છે, જવાબદારોને કોઇ જ ચિંતા નથી!

દબાણ હટાવ શાખાનું નામ `ડર અનુભવતી શાખા’ કરી નાખો: ભદ્ર સમાજમાં તીવ્ર આક્રોશ

કોઇએ ચિંતા કરવા જેવું નથી અને મન પડે ત્યાં રેંકડી-કેબિનો (શરત એટલી જ એ રેંકડી-કેબિન ઇંડા-નોનવેજની જ હોવી જોઇએ) ગોઠવી દઈને ધંધો શરૂ કરી દેવાનો છે, કેમ કે મનપાની દબાણ હટાવ શાખા મૂર્છિત અવસ્થામાં જ છે!!

કામગીરી અંગે જનરલ બોર્ડમાં પસ્તાળ' પડી હતી તે દબાણ હટાવ શાખા માત્ર શાકભાજી, ફ્રૂટની રેંકડીઓ તેમજ બોર્ડ-બેનર જપ્ત કરવામાં જઉસ્તાદ’, ઈંડા- નોનવેજની રેંકડી જપ્ત કરવામાં મ્યાઉંની મિંદડી

નબળા ધંધાર્થીઓને દબાવી `કારીગરી’ કરતી આ શાખાને ગેરકાયદે રીતે ખડકાયેલી એકેય રેંકડી જ નથી દેખાતી? શું ઈંડા-નોનવેજના ધંધાર્થી સામા થઈને ભગાડશે તો આબરૂનું ધોવાણ થશે તેવો ડર સતાવી રહ્યો હશે?

ઈંડા-નોનવેજની રેંકડી-દુકાનોનું ગેરકાયદેસર (નિયમના દાયરામાં રહીને ઈંડા-નોનવેજનો વેપાર કરનારા એક પણ ધંધાર્થીની અહીં વાત થઈ રહી નથી) દૂષણ ભયાનક વાયરસ'ની જેમ ફેલાઈ રહ્યું છે છતાં તંત્ર મુંગા મોઢે તમાશો નિહાળી રહ્યું હોય તેની આ ખામૌશી ભદ્ર સમાજને રીતસરની અકળાવી રહી છે. ખાસ કરીને ગેરકાયદેસર રીતે મતલબ કે મંજૂરી વગર જ્યાં-ત્યાં ગોઠવાઈ ગયેલી રેંકડીઓ હટાવવાની તેમજ જપ્ત કરવાની જેની જવાબદારી છે તે મહાપાલિકાની દબાણહટાવ શાખા પણ જાણે કે કોઈનાદબાણ’ હેઠળ કામ કરી રહી હોય તેમ એકેય રેંકડીની આસપાસ ફરકી રહી નથી !


તેની આ કાર્યશૈલીને કારણે હવે લોકો તો બિન્દાસ્ત બનીને એવું કહેતાં થઈ ગયા છે કે રાજકોટમાં તમને ઈચ્છા પડે ત્યાં રેંકડી-કેબિન ગોઠવી દેવાની પૂરેપૂરી છૂટ છે કેમ કે દબાણ હટાવ શાખા તો રેંકડી કે કેબિન જપ્ત કરવા માટે આવવાની નથી. જો કે શરત એટલી જ રહેશે કે આ રેંકડીઓ ઈંડા-નોનવેજની જ હોવી જોઈએ. જો શાકભાજી, ફ્રૂટ કે અન્ય વસ્તુની રેંકડી હશે તો વળી પાછી જપ્ત કરી લેવાશે !! લોકોએ આવા વિધાનો કરવા માટે મજબૂર બનવું પડે તે તો તંત્રની લાપરવાહી અને બેશરમીની હદ કહેવાય…
અગાઉના જનરલ બોર્ડમાં શાસક પક્ષ ભાજપના જ કોર્પોરેટરોએ દબાણહટાવ શાખા દ્વારા કામગીરીમાં કરવામાં આવતી કારીગરી' ઉપર પસ્તાળ પાડીને આડેહાથ લીધી હતી.

એક તબક્કે દબાણ હટાવ શાખા ઉપર હપ્તાખોરી કરવાના આક્ષેપ સુદ્ધા લાગી ગયા હતા. આ પસ્તાળ પડ્યાના બીજા જ સપ્તાહથી શાખા દોડતી થઈ ગઈ હતી અને રેંકડી સહિતના દબાણો જપ્ત કરીને કામગીરી કરી બતાવી હતી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ જૂની રૂઢીમાં સ્ટાફ આવી ગયો હતો. એકંદરે નબળા ધંધાર્થીઓને દબાવીને કામ બતાવતી આ શાખાને ગેરકાયદેસર રીતે ખડકાયેલી ઈંડા-નોનવેજની એકેય રેંકડી દેખાઈ રહી નથી તે ખરેખર આશ્ચર્યજનક બાબત ગણાશે કેમ કે આ શાખાની નજર એટલી બધી વેધક છે કે ક્યાં શું ગેરકાયદેસર થઈ રહ્યું છે તેને ખબર પડી જ જાય છે પરંતુ શું ખબર ઈંડા-નોનવેજની રેંકડીના દબાણની વાત આવે એટલે શા માટે તે મ્યાઉંની મીંદડી બની જતી હશે ? શું આ શાખાને એવો ડર સતાવી રહ્યો હશે કે ક્યાંક આપણે રેંકડી-કેબિનો જપ્ત કરવા જશું ને ઈંડા-નોનવેજનાભારાડી’ ધંધાર્થીઓ ક્યાંક આપણને મારવા દોડશે કે હુમલો કરી દેશે તો ? જો ખરેખર આવો ડર શાખાને લાગતો હોય તો તેમણે ઢાંકણીમાં પાણી લઈને…!!

ઇંડા-નોનવેજની રેંકડી જપ્ત કર્યાને વર્ષો વીતી ગયા, હવે તો હિંમત બતાવો?

દબાણ હટાવ શાખાએ ગેરકાયદેસર રીતે ઉભેલી ઈંડા-નોનવેજની રેંકડી જપ્ત કરી હોય તે વાતને વર્ષા વીતી ગયા છે. કદાચ હવે તો લોકો એ પણ ભૂલી ગયા છે કે છેલ્લે આ શાખાએ દબાણ ક્યારે દૂર કર્યું હતું અથવા તો જપ્ત કર્યું હતું !! હવે સમય પાકી ગયો છે કે ગેરકાયદેસર ખડકાયેલા દૂષણને દૂર કરી હિંમત બતાવવી જ જોઈએ અન્યથા દબાણ હટાવ શાખાનું નામ `ડર અનુભવતી શાખા’ કરી નાખશે તે દિવસો બહુ દૂર નથી.

રાજકોટને સ્માર્ટ સિટી બનાવવું હોય તો ગેરકાયદે દબાણોને પહેલાં દૂર કરવા જોઈએ

રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા તંત્રવાહકો એસી ચેમ્બરમાં બેસીને મિટિંગો કર્યે રાખે છે પરંતુ જમીન પરની હકીકત જોવા જઈએ તો શહેરને સ્માર્ટ બનાવવું હોય તો ગમે ત્યાં ખડકાઈ ગયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા જોઈએ પછી ભલે તે દબાણ ઈંડા-નોનવેજની રેંકડીનું હોય કે પછી કાઠિયાવાડી-પંજાબી વાનગી વેચતી વેજ રેંકડી-કેબિનોનું હોય!! આ દૂષણ દૂર થશે તો જ શહેર સ્માર્ટ સિટી બનવાની દિશામાં આગળ વધી શકશે.

Share Article

Other Articles

Previous

હાર બાદ શું હલચલ થઈ કોંગ્રેસમાં ? જુઓ

Next

મોદી… મોદી… મોદી…: ‘હિન્દી’સ્તાન ભગવું, મોદી જ નેતા એ `સનાતન’ સત્ય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
15 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
16 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
16 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
17 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

આજીડેમ ચોકડી નજીકથી ઝડપાયેલ 8 વાહનોને 21.87 લાખનો ખનીજ ચોરીનો દંડ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
આજી આઈડીસીમાંકારખાનેદાર ઉપર વેપારી સહિત ત્રણ શખ્સોનો હુમલો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ચૂંટણી પંચે હટાવી દીધેલા બંગાળના ડીજીપી મમતાના ખાસમખાસ હતા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સંદેશખલીનો આરોપી શેખ શું કરતો હતો ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર