Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાહ જોવાનો ટાઈમ ક્યાં ?: ૧ મિનિટમાં તૈયાર થતાં જંગલી ઝટપટ’, ‘ઈટાલિયન વોલ્વો’ ખવાય છે ‘બંબાટ’

Sat, March 2 2024

મેગી બનતા ૨ મિનિટ લાગે ત્યારે રાજકોટીયન્સે તેમાં પણ કાપ મુકી ૬૦ સેક્નડમાં તૈયાર થતી વાનગી શોધી

સ્પેશ્યલ બન, ડુંગળી-ટમેટા-કેપ્સીકમનું મિશ્રણ’ને ચીઝ-માયોનિઝના ઢગલાથી
જંગલી ઝટપટ' તોપોકાસીયા બન’માં વેજિટેબલ્સને ગોઠવીને તૈયાર થાય છે `ઈટાલિયન વોલ્વો’

રાજકોટ ખાણીપીણીનો ભંડાર બની ગયું છે અને અહીં એવી કોઈ વાનગી નહીં હોય જે ઈટાલી-સ્પેનમાં મળતી હોય’ને અહીં ન મળે ! વળી, મળે છે એટલે ભરપૂર ખવાય પણ રહી છે. અત્યારનો યુગ એકદમ ઝડપી બની ગયો છે એટલા માટે લોકો ફટાફટ તૈયાર થઈ જાય એવી વાનગીઓ ખાવા ઉપર વધુ ભાર આપી રહ્યા હોય છે. હવે તમે કહેશો કે ફટાફટ બની જાય એવી વાનગીમાં મેગી સિવાય બીજું તો વળી એવું શું છે કે ઝડપથી તૈયાર થઈ જાય ? આ વાતનો પહેલો જવાબ એ છે કે મેગીને તૈયાર થતાં ૨ મિનિટ લાગે છે ત્યારે રાજકોટમાં એવી બે વાનગી વર્ષોથી ધૂમ મચાવી રહી છે જેનું નામ છે જંગલી ઝટપટ' અનેઈટાલિયન વોલ્વો’…બીજો જવાબ એ છે કે આ બન્ને મેગી કરતા પણ અડધોઅડધ સમય મતલબ કે એક જ મિનિટમાં તૈયાર થઈ જાય છે !!


આમ તો આ બન્ને વાનગીનું નામ જ વિચિત્ર' હોવાથી લોકોને ઝટ દઈને ગળે ન ઉતરે તે વાત સ્વાભાવિક છે પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે આ બન્ને અત્યારે શહેરમાંબંબાટ’ ખવાઈ રહ્યા છે. ભલે આ વાનગી ઝાપટવા માટે લાઈન ન લાગતી હોય પરંતુ જેટલી ઝડપથી તૈયાર થાય છે એટલી સરળતાથી તે મળી પણ જાય એ શક્ય નથી કેમ કે જંગલી ઝટપટ અને ઈટાલિયન વોલ્વોને ખાવા માટે આખો દિવસ લોકો ઉમટેલા જ હોય છે !


જંગલી ઝટપટ' અનેઈટાલિયન વોલ્વો’ની શોધ' કરનારા મારડીયા ફાસ્ટફૂડના ભૂમેશભાઈ (લાલભાઈ) જણાવે છે કે તેઓ છેલ્લા ૧૨ વર્ષથી આ બન્ને સહિત અનેકએક્સક્લુઝિવ’ વાનગીઓનો ટેસ્ટ લોકોને કરાવી રહ્યા છે. તેમનો દાવો છે કે જંગલી ઝટપટ' અનેઈટાલિયન વોલ્વો’ એકમાત્ર તેમને ત્યાં જ ઉપલબ્ધ છે અને આ તેમની મોનોપોલી છે. જંગલી ઝટપટ' વિશે તેમણે કહ્યું કે આ વાનગી સ્પેશ્યલ બન (ખાસ બ્રેડ)માં ડુંગળી-ટમેટા-કેપ્સીકમ સહિતના વેજિટેબલના મિશ્રણ તેમજ ચીઝ-માયોનિઝના ઢગલાથી તૈયાર થાય છે. આવી જ રીતેઈટાલિયન વોલ્વો’ સ્પેશ્યલ પોકાસિયા બનમાં વિવિધ વેજિટેબલ્સને મીક્સ કરીને બનાવવામાં આવે છે. ઈટાલિયન વોલ્વોની બ્રેડ બેકરીમાં અલગથી તૈયાર કરાવવામાં આવે છે.


ખાસ વાત એ છે કે આ બન્ને વાનગી એક જ મિનિટમાં તૈયાર થઈ જતી હોવાથી લોકોને વધુ રાહ જોવી પડતી નથી અને તેઓ ફટાફટ તેનો આસ્વાદ માણી શકે છે. તેમણે અંદાજ વ્યક્ત કરતા કહ્યું કે દરરોજ ૫૦૦થી વધુ લોકો તેમની આ સ્પેશ્યલ વાનગીને દાબી જાય છે !

જંગલી ઝટપટ' નામ કેવી રીતે પડ્યું ? ભૂમેશભાઈ જણાવે છે કેજંગલી ઝટપટ’ નામ મારા ભેજાની જ ઉપજ છે. એક તો તેમાં તમામ પ્રકારનું વેજિટેબલ જેમાં ખાસ કરીને કેપ્સીકમ વપરાય છે જે જંગલમાંથી પણ મળી આવે છે એટલા માટે પહેલો શબ્દ જંગલી' અને બીજું એ કે ફટાફટ તૈયાર થઈ જતી હોવાથી બીજો શબ્દઝટપટ.’ આમ આ બન્ને શબ્દ ભેગા કરીએ એટલે `જંગલી ઝટપટ’ નામ મળતાં જ વાનગીનું નામ જંગલી ઝટપટ રાખવાનું નક્કી કર્યું હતું.

શહેરમાં એક જ જગ્યાએ બન્ને વાનગી મળી રહ્યાનો તથા ખાવામાં-પચવામાં અત્યંત સહેલી હોવાનો દાવો

ટૂંક સમયમાં બન્ને નામ બની જશે `ટે્રડમાર્ક’
જંગલી ઝટપટ અને ઈટાલિયન વોલ્વોનું નામ ટૂંક સમયમાં ટે્રડમાર્ક બની જશે મતલબ કે આ બન્ને નામનો મારડીયા ફાસ્ટફૂડ સિવાય બીજા કોઈ જ ઉપયોગ કરી શકશે નહીં. આ અંગે ભૂમેશભાઈએ કહ્યું કે બન્ને નામ મેં શોધ્યા હોવાથી બીજું કોઈ તેના નામે વાનગી વેચે તે કેવી રીતે ચાલે ?

બન્ને વાનગીનો આસ્વાદ ક્યાં માણી શકશો ?
પંચવટી મેઈન રોડ, અતિથિ ચોક, `મારડીયા ફાસ્ટફૂડ’, સવારે ૧૦થી રાત્રે ૧૦ સુધી, ભાવ: જંગલી ઝટપટ ૫૦ રૂપિયા, ઈટાલિયન વોલ્વો ૮૦ રૂપિયા

નાના બાળકથી લઈ મોટેરા સૌને પ્રિય…
અનોખી વાનગી એવી જંગલી ઝટપટ-ઈટાલિયન વોલ્વો નાના બાળકથી લઈ મોટેરા સુધીના સૌને પ્રિય છે. હવે તો નાનું બાળક જંગલી ઝટપટ નામ સાંભળે એટલે તુરંત જ તેને ખાવા માટે લલચાય છે તો મોટેરાઓ પણ નાસ્તામાં ગણાતી આ બન્ને વાનગીની એકાદ-બે પ્લેટ તો આરામથી દાબી જતા હોય છે ! આ ઉપરાંત સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓમાં અત્યારે આ બન્નેને લઈને ગજબનો ક્રેઈઝ જોવા મળી રહ્યો છે.

ઈટાલિયન વોલ્વો' નામ કેવી રીતે પડ્યું ?

અત્યારે રાજકોટ સહિત આખા ભારતમાં વોલ્વો બસમાં મુસાફરી કરવાનો ટે્રન્ડ ખાસ્સો જોવા મળી રહ્યો છે. આ બસમાં બેસવાનો અનુભવ આહ્લાદક હોય છે મતલબ કે તેને લકઝરીયસ ગણવામાં આવે છે ત્યારેઈટાલિયન વોલ્વો’ને પણ ભૂમેશભાઈ લકઝરી વાનગી ગણે છે. તેમના મતે `ઈટાલિયન વોલ્વો’ ખાધાં બાદ લોકોને વોલ્વો બસમાં બેઠા હોય તેવો અનુભવ થશે, થશે અને થશે જ…!

દરરોજ ૭૦૦થી વધુ જંગલી ઝટપટ ઇટાલિયન વોલ્વો દાબી જાય છે સ્વાદ શોખિનો: તમે ટેસ્ટ કર્યો ?

ચીઝ તવા સેન્ડવિચ, પોટેટો ચીઝ સોર્ટસ, ચીઝ ફિંગર સ્ટિકનો પણ ટે્રન્ડ
જંગલી ઝટપટ-ઈટાલિયન વોલ્વો ઉપરાંત મારડીયા ફાસ્ટફૂડમાં ચીઝ તવા સેન્ડવિચ, પોટેટો ચીઝ સોર્ટસ, ચીઝ ફિંગર સ્ટિક, ચીઝ ચીલ્લી વડાપાંઉ સહિતની અનેક વાનગીઓ એવી છે જે રાજકોટમાં અન્ય સ્થળે બહુ ઓછી જોવા મળે છે એટલા માટે લોકો આ `નવીન’ વાનગીઓ ખાવા માટે ખાસ અહીં આવી પહોંચે છે અને એકાદ-બે ડીશ તો જરૂર ઝાપટી જ જાય છે !

દુકાન પર ખાનારાની ભીડ, સાથે સાથે ઢગલામોઢે થાય છે પાર્સલ
જંગલી ઝટપટ-ઈટાલિયન વોલ્વોનો ક્રેઈઝ રાજકોટીયન્સમાં એટલો બધો છે કે સવારે ૧૦થી રાત્રે ૧૦ સુધીમાં તેને બનાવનારા નવરાં પડતાં જ નથી. ખાસ કરીને દુકાન પર જઈને ખાનારા સ્વાદશોખીનોની સંખ્યા તો એટલી છે જ સાથે સાથે ઢગલામોઢે પાર્સલ પણ થઈ રહ્યા છે મતલબ કે અનેક લોકો પોતાના ઘર કે ઓફિસે લઈ જઈને આ બન્ને વાનગીની જ્યાફત ઉડાવી રહ્યા છે. બીજી બાજુ એક જ જગ્યા પર આ વાનગી ઉપલબ્ધ હોવાને કારણે લોકો દૂર દૂરથી તેને શોધતાં શોધતાં આવતા હોવાનું ભૂમેશભાઈ (લાલાભાઈ) જણાવી રહ્યા છે. ખાસ કરીને બાળકોના લંચ બોકસમાં પણ હવે આ વાનગી પાર્સલ થવા લાગી છે.

Share Article

Other Articles

Previous

જીએસટી કલેક્શનમાં કેટલો વધારો ? જુઓ

Next

ગુજરાતનું મંત્રીમંડળ આજે અયોધ્યામાં રામલલ્લાના દર્શને જશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
15 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
15 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
16 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
16 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

ઉપલેટા : હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજકોટમાં બપોર બાદ વાદળો છવાતા ગરમીમાં રાહત
રાજકોટ
2 વર્ષ પહેલા
દિવાળીના તહેવારોમાં ૨૭૦૦૦ કરોડનું સોનું અને ૪૦૦ ટન ચાંદી વેંચાયાનો અંદાજ : વેપારીઓ ખુશખુશાલ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મારા વિરુદ્ધના કેસમાં કોઈ દમ નથી, સુનાવણી ન કરો, ધોનીએ કોર્ટને કરી અપીલ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર