દ્વારકાનાં રુપેણ બંદરે બાંગ્લાદેશીઓન ચેકિંગની કાર્યવાહી ક્યારે ?
રાજકોટમાં બંગાળી કારીગરોનું ચેકીંગ થાય તો દરિયાકાંઠે કેમ નહીં
ભુતકાળમાં રૂપેણ બંદરે બાંગ્લાદેશીઓ કુટુંબ કબીલા સાથે પકડાયા હોવાનું પોલીસ ચોપડે
દ્વારકા : ગત પખવાડીયે પૂર્વ પાકિસ્તાન માંથી આઝાદી મેળવી અલગ બનેલા બાંગ્લાદેશમાં સતા પરિવર્તન બાદ ભારતમાં બાંગ્લાદેશી નાગરિકોની ઘુષણખોરીને લઈ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે અને રાજકોટની સોનીબજારમાં આ જ રીતે ચેકીંગ થયું છે ત્યારે ભૂતકાળમાં દ્વારકાના દરિયાકાંઠાના રૂપેણ બંદરે પણ બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી સામે આવી હોય ચેકીંગ કરવા માંગ ઉઠી છે.
બાંગ્લાદેશની આઝાદી પહેલા અને ત્યારબાદ વાયા બંગાળથી દેશભરમા મૂળ બાંગ્લાદેશી હિન્દુ મુસ્લિમો જ્યા ત્યા પહોંચી જઈ બાંગ્લાદેશી નાગરિકો સ્થાનિક બની ગયા હોવાના અનેક દાખલાઓ સામે આવ્યા છે અને આવા તત્વો ગુન્હાખોરીમાં પકડાયા બાદ ભારતીય કાયદાઓ સમાવાયી નીતિઓ આધારિત હોય અને ન્યાયાલયો મા ન્યાય આપવામા થતા વિલંબ ના કારણે તે કાં તો જેલો મા બંધ છે..કાં તો જામીન પર છૂટી અહીં રહે છે…કાં તો દેશ નિકાલ થયાં બાદ ફરી અહીં વસતા તેમના સગા સબંધિઓની મદદથી વાયા બંગાળથી આવી અલગ જગ્યા પર નિવાસી બની જાય છે.જે મુજબ યાત્રાધામ દ્વારકા નું મચ્છીમારી રૂપેણ બંદર આ બાંગ્લાદેશીઓ માટે સુરક્ષિત આશ્રિતસ્થાન હોય તેમ અગાઉ કેટલાય બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે. જે સરકારી તંત્ર ના રેકર્ડ પર નોંધાયેલ છે.
બીજી તરફ નવા બનેલા ભારતીય ન્યાય સંહિતા અને જૂનાં આઈ.પી.સી. મા એક જોગવાઈ સમાવાય ન્યાય આધારિત આ દેશમાં કોઈપણ અજાણી વ્યક્તિની ઓળખ જાણવાનો અધિકાર તંત્ર ને આપવામાં આવેલ છે.જ્યારે કોઈ સ્થાનીય વ્યક્તિ તેમને પોતાને ત્યા આશ્રય આપે તેમણે સ્થાનિક પોલીસને જાણ કરવાની અને સ્થાનિક પોલીસ દ્વારા અજાણી વ્યક્તિ દ્વારા આપવામા આવેલ પોતાની ઓળખના જે તે પોલીસ સ્ટેશન પરથી તેમની ઓળખ અને તેમના દ્વારા કરવામાં આવેલ કોઈપણ ગુન્હાની માહીતી મેળવાવા ફોર્મ બી મા માહીતી ભરી આ કાર્યવાહી કરવાની હોય છે.જે કાર્યવાહી આજ વર્ષો થી ક્યાંય થતી નથી જેને કારણે વિદેશીઓ ને દેશમા ઘુષણખોરી કરી દેશના નાગરીક બનવાનું આસાન બની ગયેલ છે.
આ સંજોગોમાં યાત્રાધામ દ્વારકાના મચ્છીમારી બંદર રૂપેણના અગાઉના ઇતિહાસને અને મચ્છીમારીના વ્યવસાયના સ્વાંગમા દેશદ્રોહી પ્રવૃત્તિના સૌરાષ્ટ્રના હબ બનેલ આ બંદર પર હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ સધન્ ચેકીંગ અને ટ્રેસીંગ કરવાની માંગણી પ્રજામાં ઉઠવા પામેલ છે.