રાજકોટમાં ટૂંક સમયમાં બની રહેલી નવી જેલ અંગે શું કહ્યું રાજ્યના જેલ વડાએ જુઓ…
રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે બંદીવાન રમતોત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા બનેલા ખેલાડીઓને રાજ્યની જેલોના વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ એમ.ટી રમ અને પાસીંગ રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં માહિતી આપી હતી કે,રાજકોટની જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓ હોવાથી નવી જેલ બનાવવા માટે થોડા સમય પેલા સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી હતી. જે હવે ટુંક સમયમાં મળી જશે અને પડધરીના ન્યારા પાસે રૂ.100 કરોડના ખર્ચે નવી જેલ બનાવમાં આવવાની છે.
ડો.કે.એલ.એન.રાવ દ્વારા વધુ માહિતી આપતા જાણવામાં આવ્યું હતું કે,રાજકોટ સહિત આણંદ,બોટાદ,દ્વારકા,સોમનાથ અને ભાવનગર માટે દરખાસ્ત મૂકવામાં આવી છે. જેમાં આનંદમાં મંજૂરી મળતા ત્યાં વર્ષ 2024 માં 1500 કેદીની ક્ષમતા વાળી જેલ તૈયાર થઈ જશે. અને રાજકોટમાં ટુંક સમયમાં મંજૂરી મળી જતાં અહી પણ કામ શરૂ કરી દેવામાં આવવાનું છે.જ્યારે કાર્યક્રમ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે,જેલની અંદર સજા ભોગવતા બંદીવાનો વચ્ચે સદભાવના કેળવાય, રમત-ગમતને પ્રોત્સાહન મળે અને રમતવીર બંદીવાનોના ઉત્સાહમાં વધારો થાય તેવા શુભ આશ્રયથી રાજકોટ જેલના વડા શિવમ વર્માનાઓના માર્ગદર્શન હેઠળ જેલમાં “બંદીવાન રમતોત્સવ ૨૦૨૪’ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ રમતોત્સવમાં કેરમ, ચેસ, વોલીબોલ, રસ્સા ખેંચ અને પોસ્ટકાર્ડ સ્પર્ધાની ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ચેસમાં ૫૦, કેરમમાં ૧૪૦, રસ્સા ખેંચમા-૭૧, વોલીબોલમાં ૧૫૦ તેમજ પોસ્ટકાર્ડ સ્પર્ધા(મહિલા/પુરૂષ)માં ૩૫ મળી કુલ ૪૪૬ બંદીવાનોએ ભાગ લીધો હતો. જેમાં વિજેતાઓને મેડલ આપવામાં આવ્યા છે. ઉપરાંત ગઇકાલે ‘સાયકો કેર’નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં સજા ભોગવતા કેદીઓને માનશીક સ્થિતિ નબળી ના બંને તેથી તેનું તબીબો દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવશે.
રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 150 જેટલા આજીવન કેદીઓને સજા માફી અપાય
જેલના વડા ડો.રાવ દ્વારા જાણવામાં આવ્યું હતું રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં આજીવન સજા ભોગવતા કેદીઓમાં જેની કામગીરી અને વ્યવહાર સારો હોય તેવા કુલ 150 જેટલા કેદીઓને સરકાર દ્વારા સજા માફી આપી તેને જેલ માંથી મુક્ત કરવામાં આવી આવ્યા છે. અને સજા માફીમાં દેશમાં ગુજરાત રાજય અવ્વલ ઉતર્યું છે.
સજા ભોગવી છૂટેલા કેદીઓને બહાર રોજગારી મેળવવા જેલ મદદ કરશે
જેલના વડાએ જણાવ્યું હતું કે, જે તે બંદીવાન ભાઈઓ જેલમાંથી સજા ભોગવી જેલમાંથી છૂટીને બહાર જાઈ તેને કોઈ પણ જગ્યાએ વ્યવસાય ન મળે તે ભાઈઓને કે બહેનોને વ્યવસાય મેળવવા માટે જેલ મદદ રૂપ બનશે અને જેથી તેઓ ફરીથી ગુના ખોરીનો રસ્તો અપનાવશે નહીં