બાન લેબ પરિવારમાં લગ્નોત્સવ : ન ભૂતો ન ભવિષ્યતિ
આમંત્રણ, એન્ટ્રી ગેઇટ, ડેકોરેશન, સ્ટેજ, ઓરકેસ્ટ્રા, ડ્રોન શો, ભોજન અને સૌથી વધુ મૌલેશભાઈની મહેમાનગતિ.. બધુ જ અદભૂત

રાજકોટના ટોચના ઉદ્યોગપતિ અને બાન લેબનાં એમ.ડી. મૌલેશભાઈ ઉકાણીની પુત્રી ચિ.રાધાની રીંગ સેરેમની ચિ..રિશી સાથે ઈશ્વરીયા ગામ ખાતે આવેલા તેમના ફાર્મહાઉસ ખાતે યોજવામાં આવી હતી.

પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પોલીસ કમિશનર બ્રજેશ ઝા, સંસદસભ્ય પુરુષોત્તમ રૂપાલા, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, કાંતિભાઈ અમૃતિયા, મહેન્દ્ર પાડલિયા ઉપરાંત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને જાહેર જીવન સાથે સંકળાયેલા અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગ માણ્યો હતો. વોઈસ ઓફ ડેના એમ.ડી. કૃણાલભાઈ મણિયાર અને ડીરેક્ટર મીરા મણિયાર, તંત્રી પરેશ દવે અને શ્રીમતિ હીના દવેએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને ચિ.રાધા અને ચિ.રિશીને શુભકામના આપી હતી.

આ પ્રસંગ રાજકોટવાસીઓ માટે એક યાદગાર બની રહ્યો હતો. મૌલેશભાઈ ઉકાણીએ જે વ્યવસ્થા કરી હતી તે ન ભૂતો ન ભવિષ્યતિ જેવી હતી. રીંગ સેરેમનીના આમંત્રણથી લઈને એન્ટ્રી ગેઇટ, ડેકોરેશન, સ્ટેજ, ઓરકેસ્ટ્રા, ડ્રોન શો, ભોજન બધુ જ અદભૂત હતુ. મૌલેશભાઈના મોઢે એક જ શબ્દ સાંભળવા મળ્યો હતો કે બધુ દ્વારકાધિશની કૃપાથી થઇ રહ્યું છે.

