અમે તો આગ ઠારવાનો બહુ પ્રયત્ન કર્યો: સંચાલકોની ‘બાલીશ’ કબૂલાત !
આગ લાગી ત્યારે યુવરાજસિંહ, રાહુલ અને પ્રકાશ ત્યાં હાજર જ હતા: પોલીસ પૂછપરછમાં વટાણા વેરી નાખ્યા
કોની
હિંમત’ તેમજટેકા'થી ચાર-ચાર વર્ષ સુધી ફાયર એનઓસી સહિતના નિયમોને અવગણીને ગેઈમ ઝોન ધમધમાવ્યો તે સહિતના પ્રશ્નો અકબંધ
વોઈસ ઓફ ડે, રાજકોટ ટીઆરપી ગેઈમ ઝોનમાં ભયંકર આગકાંડ બાદ પોલીસે તાત્કાલિક એક્શન લઈને સંચાલકો યુવરાજસિંહ સોલંકી અને ગેઈમ ઝોનના મેનેજર નીતિન જૈનની ધરપકડ કરી લીધી છે જ્યારે રાહુલ, પ્રકાશ, ધવલ સહિતના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. બીજી બાજુ ધરપકડ થયા બાદ આરોપીઓની પૂછપરછ કરતાં તમામ પોપટ બની ગયા હતા સાથે સાથે વાહિયાત કબૂલાત આપવા લાગ્યા હતા.
યુવરાજસિંહ સોલંકીએ પૂછપરછમાં એવું કહ્યું હતું કે અમે તો આગ ઠારવાનો બહુ પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા મળી ન્હોતી. આગ લાગી ત્યારે યુવરાજસિંહ ઉપરાંત રાહુલ, પ્રકાશ સહિતના ત્યાં હાજર જ હતા પરંતુ આગ કેવી રીતે ઠારવી તેની કશી જ ખબર જ પડી ન્હોતી. જો કે આ બધામાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે જેનો ઉત્તર હજુ સુધી મળી શક્યો નથી કે આખેઆખું ગેઈમ ઝોન છેલ્લા ચાર વર્ષથી કોની
હિંમત’ અને કોના `ટેકા’થી ધમધમી રહ્યું હતું. કેમ કે ન તો ગેઈમ ઝોન પાસે ફાયર એનઓસી ન્હોતું તેનો ખુલાસો એફઆઈઆરમાં કરવામાં આવ્યો છે જ્યારે અન્ય નિયમોની અવગણના પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
અમારા ભાગ્ય ફૂટ્યા કે અમારે આવું જોવું પડી રહ્યું છે: પોલીસ
દરમિયાન પોલીસ અધિકારીઓ તેમજ જવાનો ઉપરાંત ફાયરબ્રિગેડના જાંબાઝ જવાનો કે જેમણે જીવ સટોસટની બાજી ખેલીને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું છે સાથે સાથે હતભાગીઓના ભારે હૈયે મૃતદેહ બહાર કાઢ્યા છે ત્યારે આ લોકોએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં વસવસો વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમારા ભાગ્ય ફૂટ્યા કે અમારે આવું બધું જોવું પડી રહ્યું છે !