આજે રાજકોટના ૩ વોર્ડમાં પાણીકાપ
લીકેજ થયેલી પાઈપ લાઈનનું રિપેરિંગ કરવાનું હોવાથી પાણી વિતરણ નહીં થાય
મહાપાલિકા દ્વારા આગઝરતી ગરમી વચ્ચે આજે શહેરના ત્રણ વોર્ડમાં પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. જીડબલ્યુઆઈએલ દ્વારા એનસી-૨૦ લાઈન લીકેજ હોવાના કારણે તેનું રિપેરિંગ કરવું જરૂરી હોવાથી ગઈકાલે બપોરે ૧ વાગ્યાથી પાણી ઉપાડવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. પાણી ઉપલબ્ધ ન હોવાને કારણે આજે શહેરના વોર્ડ નં.૧, ૨ (પાર્ટ) અને ૩ (પાર્ટ)માં પાણી વિતરણ થશે નહીં.
જે વિસ્તારમાં પાણી વિતરણ નથી થવાનું તેમાં બજરંગવાડી, હુડકો સ્લમ ક્વાર્ટર ઉપરાંત ગાયત્રીધામ સોસાયટી, મોચીનગર-૧, ૨, અવંતીકા પાર્ક, શિવાનંદ પાર્ક, પૂજા પાર્ક, પુનિતનગર, રાજીવનગર, સંજયનગર, મોમીન સોસાયટી, વસુધા સોસાયટી, ભોમેશ્વરવાડી, જાગૃતિ શ્રમજીવી સોસાયટી, ભોમેશ્વર પ્લોટ, ગોકુળીયાપરા, રેલનગર, પોપટપરા, મોચીનગર, પરસાણાનગર, જંકશન પ્લોટ સોસાયટી, શ્રોફ રોડ, હરિલાલ ગોસલીયા માર્ગ, સરકારી ક્વાર્ટર્સ, સાયલાનો ઉતારો, નકુમ શેરી, પ્રેસ રોડ, રૂડા ઓફિસ વિસ્તાર, ગોંડલનો ઉતારો, આરતી એપાર્ટમેન્ટ, તાર ઓફિસ પાછળ, ગણાત્રાવાડી, દાતારનો તકિયો, સિવિલ હોસ્પિટલ, રિંગરોડ-૨, વર્ધમાનનગર, આસ્થા-ક્રિસ્ટલ સિટી, હર્ષદીપ સોસાયટી, જલારામ મંદિર, અંજલી પાર્ક, મારૂતિનંદન સોસાયટી, મહાદેવ પાર્ક, શાંતિનગર અને નાગેશ્વર સોસાયટીનો સમાવેશ થાય છે.