વિક્રમ પુજારા 093 શાળા 34,000 બાળકો એક ‘હેડ માસ્ટર’, વાંચો
સરકારી સ્કૂલ પ્રત્યે `સૂગ’ દૂર કરવાના ઉમદા આશય સાથે કામગીરી કરવાની નેમ
વિદ્યાર્થી પરિષદના મંત્રી તરીકે રાજકીય સફર શરૂ કર્યા બાદ સફળતા મળતી ગઈ’ને પછી જાહેરજીવન થકી લોકોની સેવા કરવાની ભેખ ધારણ કરી
વ્યવસાયે ટેક્સ ક્નસલ્ટન્ટ વિક્રમ પુજારા ૧૯૯૦માં મોરબીથી રાજકોટ કારકીર્દિ બનાવવા આવ્યા, અહીં સ્વ.અરવિંદભાઈ મણિયાર તેમના માટે બન્યા `માઈલસ્ટોન’
વોર્ડ પ્રમુખ, શિક્ષણ સમિતિના સભ્ય, ગુજરાત ટેક્સ બાર એસો.ના વાઈસ પ્રેસિડેન્ટ સહિતની અનેક જવાબદારી નીભાવ્યા બાદ મળી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની `ભારે-ભરખમ’ જવાબદારી
અરવિંદભાઇ મણિયાર મારા આદર્શ
નરેન્દ્રભાઇ મોદીથી લઇ મુકેશભાઇ સુધીનાએ કંડારેલી કેડી પર ચાલવું છે
વિક્રમ પુજારાએ જણાવ્યું કે મારા સૌથી મોટા કોઈ આદર્શ હોય તો તે અરવિંદભાઈ મણિયાર છે. તેમના થકી જ હું આ મુકામ હાંસલ કરી શક્યો છું. આ ઉપરાંત કમલેશ મીરાણી, ધનસુખ ભંડેરી સહિતનાનો પણ મને ખૂબ જ સહયોગ જીવનમાં મળ્યો છે. અત્યારે મારા સહિતનો ભાજપ પરિવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી લઈ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી સહિતનાએ કંડારેલી કેડી પર ચાલી રહ્યો છે અને હું પણ આ પરિવારનો સભ્ય હોવાને નાતે તેમના દિશા-નિર્દેશ પ્રમાણે કામગીરી કરી રહ્યો છું.
ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા, બાળકોમાં રહેલું ટેલેન્ટ બહાર લાવવા પ્રયાસ
વિક્રમ પુજારા કહે છે કે મનપાની શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘણો ઓછો અને ખાસ કરીને ધો.૮ પછી વિદ્યાર્થીઓ શાળા છોડતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ શાળા ન છોડે તેના ઉપર અમે કામગીરી કરી રહ્યા છીએ. આ ઉપરાંત બાળકોમાં રહેલું ટેલેન્ટ બહાર લાવવા અમારા પ્રયત્નો ચાલી રહ્યા છે.
પુત્ર કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે કારકિર્દી બનાવવા ઇચ્છે છે…
સામાન્ય રીતે રાજકારણ સાથે સંકળાયેલી વ્યક્તિના સંતાનો રાજકારણમાં જ પ્રવેશ કરે તેવી ઈચ્છા સૌ કોઈની હોય છે પરંતુ આ બાબતે વિક્રમ પુજારા થોડા અલગ તરી આવે છે. તેમણે કહ્યું કે પુત્ર જીલ પુજારા અત્યારે કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે કારકીર્દિ બનાવવા માટે મહેનત કરી રહ્યો છે અને હું કરિયરને લઈને તેના પર કોઈ પ્રકારનું દબાણ લાવવા માંગતો નથી. આ ઉપરાંત પુત્રી અત્યારે સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે તો પત્ની રેખાબેન વિજય બેન્કમાં ફરજ બજાવી રહ્યા છે.
ધીમે-ધીમે શાળાઓની કાયાપલટ કરાશે
મહાપાલિકા સંચાલિત ૯૩ શાળા ચાલી રહી છે જેમાંથી ઘણી બધી શાળાઓ એવી છે જેને કાયાપલટની જરૂર છે ત્યારે આ પ્રકારની શાળાઓને સૌથી પહેલાં ડેવલપ કરવામાં આવશે. આ પછી તબક્કાવાર અન્ય શાળાઓની કાયાપલટ પણ કરાશે.
તમારું સંતાન એક વર્ષ અમને આપો, ફાયદો ન દેખાય તો કહેજો…
વાલીજોગ સંદેશ આપતાં વિક્રમ પુજારા કહે છે કે અમારે વાલીઓમાં એક એવો વિશ્વાસ પેદા કરવો છે કે તેમનું સંતાન એક વર્ષ અમારી શાળાઓમાં ભણાવે અને જો આ એક વર્ષ દરમિયાન તેમને કશો ફાયદો ન દેખાય તો તેઓ સંતાનને અમારી શાળામાં ભણાવવાનું માંડી વાળે. જો કે હું ગેરંટી સાથે કહીશ કે એક વર્ષ અમારી શાળામાં અભ્યાસ કરાવ્યા બાદ વાલી તેને અન્ય શાળામાં ખસેડવા ઈચ્છશે જ નહીં…!
શિક્ષણ સમિતિનો લક્ષ્યાંક
વિદ્યાર્થીઓનો તબક્કાવાર સન્માન સમારંભ
દર વર્ષે બૂટની એક-મોજાની
બે જોડી
દર ત્રીજા વર્ષે સ્વેટર
કોમ્પ્યુટરનું શિક્ષણ,
દીકરીઓને સુરક્ષાની તાલીમ, સંગીતના ક્લાસ
ઝોનવાઈઝ વાલી સંમેનલ
સમિતિના સભ્યો-શિક્ષકોનું સ્નેહમિલન
ખાનગી શાળાની જેમ જ મનપાની શાળાઓનું પૂરતું માર્કેટિંગ
રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં અત્યારે મહાનગરપાલિકા સંચાલિત ૯૩ જેટલી શાળા સંચાલિત થઈ રહી છે અને તેમાં ૩૪,૦૦૦ જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને ૧૧૦૬ શિક્ષકો અલગ-અલગ વિષયનું જ્ઞાન આપી રહ્યા છે ત્યારે તમામના હેડ માસ્તર' મતલબ કે શિક્ષણ સમિતિના ચેરમેનની ભારે-ભરખમ જવાબદારી અત્યારે મુળ ટેક્સ ક્નલસ્ટન્ટ એવા વિક્રમ પુજારાના શીરે રહેલી છે. આમ તો સરકારી શાળાનું નામ આવે એટલે લોકોને ખબર નહીં કેવા પ્રકારની સૂગ ચડી જાય છે અને નાકનું ટીચકું ચડાવી બેસે છે ! જો કે આ જ સૂગને દૂર કરવાના ઉમદા આશય સાથે પોતાની કામગીરી સંભાળી રહેલા વિક્રમ પુજારાએ
વોઈસ ઓફ ડે’ના ગેસ્ટ પેઈઝ બનીને પોતાની રાજકીય સફર તેમજ શાળાઓ-વિદ્યાર્થીઓ પ્રત્યેના વિઝન અંગે વિસ્તૃત છણાવટ કરી હતી.
મુળ મોરબીના અને ૧૯૯૦થી રાજકોટમાં સ્થાયી થયેલા વિક્રમ પુજારાએ મોરબી કોમર્સ કોલેજથી વિદ્યાર્થી પરિષદના મંત્રી તરીકે રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેઓ રાજકોટ પોતાનું કરિયર બનાવવા માટે જ આવ્યા હતા. અહીં આવ્યા બાદ તેમણે ટેક્સ ક્નસલ્ટન્ટ તરીકે કામગીરી શરૂ કરી હતી સાથે સાથે લોકસેવાની ભાવના હોવાને કારણે તેમણે વોર્ડ પ્રમુખ તરીકે શ-આત કરી હતી. આ પછી ૨૦૧૦-૧૫ દરમિયાન તેઓ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે કાર્યરત રહ્યા હતા સાથે સાથે ગુજરાત ટેક્સ બાર એસો.ના વાઈસ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી પણ નીભાવી હતી. હાલ તેઓ વોર્ડ નં.૯ કે જે દરેક ચૂંટણીમાં સૌથી વધુ લીડ મેળવે છે ત્યાં કાર્યરત છે. આ પછી ૨૦૨૩-ઑગસ્ટમાં તેમને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી મળી હતી જે એકદમ ભારે-ભરખમ હોવા છતાં તેમણે બીડું ઝડપી લીધું હતું અને છ મહિનાની અંદર અનેક આવકારદાયક નિર્ણયો પણ લીધા છે.
વિક્રમ પુજારા `વોઈસ ઓફ ડે’ને સ્પષ્ટપણે જણાવે છે કે રાજકારણના માધ્યમથી સેવા થઈ શકે છે તો પછી રાજકારણમાં આવવાથી ખોટું શું છે ? રાજકારણ થકી પણ તમે પુણ્યનું ભાથું બંધાવી જ શકો છો. અત્યારે શિક્ષણ સમિતિનો એકમાત્ર ગોલ છે કે મહાપાલિકાની શાળા પ્રત્યે વાલીઓનું વલણ કેવી રીતે બદલાવી શકાય ? આ માટે તેમણે એક વિસ્તૃત વિઝન પણ તૈયાર કરી રાખ્યું છે અને તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.