રાજકોટમાં કોંગ્રસ દ્વારા અનોખો વિરોધ, હનુમાનજીનું રૂપ ધારણ કરી કલેકટર કચેરીમાં ઉમટ્યા
સાળંગપુરમાં હનુમાનજીને દાસ બતાવતું ચિત્ર તાકીદે હટાવી સાધુઓ ઉપર લગામની માંગ
સમગ્ર હિન્દુ સમાજની લાગણી દૂભાવનાર સ્વામિનારાયણ સાધુઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરો
તાજેતરમાં સાળંગપુર ખાતેના હનુમાનજી પરિસરમાં હનુમાનજીની વિશાલ પ્રતિમા મૂકવામાં આવી છે. તે પ્રતિમા હેઠળ સ્વામિનારાયણ સંમપ્રદાયના સાધુઓ દ્વારા હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ બતાવવામાં આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યભરમાંથી વિવિધ હિન્દુ સંગઠનો તેમજ સંતો-મહંતો, કરણી સેન, વિહિપ દ્વારા વિરોધનો સૂર ઊભો થયો હતો. જેના પગલે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી છે. અને ધાર્મિક સંગઠનોના વિરોધની સાથોસાથ કોંગ્રેસના આગેવાન કાર્યકરો શુક્રવારે કલેકટર કચેરી ખાતે ધરણા-સૂત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાન કોંગ્રેસ દ્વારા સાળંગપુર પરિસરમાં હનુમાનજી કે જેઓ રામના દુત હતા અને વડતાલ સ્વામિનારાયણના સંત દ્વારા તેમને મૂર્તિ સ્વરૂપે દાસ ચિત્રાવવામાં આવતા કલેકટર કચેરી ખાતે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ધરણાં કરીને રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકી, અતુલ રાજાણી તેમજ અન્ય કોંગી આગેવાનો દ્વારા વિરોધનો અનોખો વિરોધ કર્યો હતો અને હનુમાજીના રૂપમાં કોંગ્રેસના કાર્યકરે હાથમાં ગદા સાથે કલેકટર કચેરીમાં અન્ય કોંગી આગેવાનોની સાથે રજૂઆત કરી હતી. હિન્દુ સમાજ અને ધર્મપ્રેમીઓની લાગણી દુભાઈ છે ત્યારે પરિસરમાંથી ચિત્ર હટાવવાની માંગ કરવામાં આવી હતી.