Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

‘IT’ની સુપર રેઇડ: પ્રથમ દિવસે જ 100 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો મળ્યાં

Sat, November 30 2024

રાધે,તીર્થંક,સોહમ,ધરતી,ટ્રોઝન ગ્રૂપને ત્યાં દરોડાનો આજે બીજો દિવસ

નાણાકીય વર્ષ પૂરું થાય એ પહેલાં રાજ્યમાં ઇન્કમટેક્સના લગાતાર દરોડા:મોરબી, મહેસાણા અને અમદાવાદ સહિત 35 જેટલા સ્થળો પર 200 થી વધુ અધિકારીઓની તપાસ: છ મહિનાની રેકી બાદ મળી મોટી સફળતા:રોકડ,દાગીના અને ડેટા સિઝ: બિલ્ડરો અને ઉદ્યોગકારોમાં દોડધામ


નાણાકીય વર્ષ પૂરું થવાને આજે હવે થોડા મહિનાઓ બાકી છે તે પહેલા ઇન્કમટેક્સ વિભાગે રાજ્યવ્યાપી દરોડાનો દોર શરૂ કર્યો છે. મોરબી, મહેસાણા અને અમદાવાદમાં સુપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ગુજરાતના જાણીતાં બિલ્ડર રાધે ગ્રુપ તેમજ તેની સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત અને પોલિટિકલ કનેક્શન ધરાવતા સોહમ અને તીર્થક પેપર મીલને ત્યાં ગઈકાલથી દરોડાનો ધમધમાટ શરૂ થયો છે જે આજે પણ ઓપરેશન ચાલી રહ્યું છે. આવકવેરાના દરોડા ના પ્રથમ દિવસે જ 100 કરોડથી વધુના બીનહિસાબી વ્યવહારો સામે આવ્યા છે. હજુ પણ આ દરોડાના દિવસો લંબાશે તેવી શક્યતા છે.

ગુજરાત ઇન્કમટેક્સની ડાયરેક્ટ વીંગએ આ ઓપરેશન ને લીડ કર્યું છે જેમાં રાજકોટ, મોરબી, ગાંધીધામ, અમદાવાદ, વડોદરાના અધિકારીઓ જોડાયા છે અને 35 જેટલી જગ્યાએ 200 થી વધુ અધિકારીઓ દ્વારા બે દિવસથી આ તપાસ ચાલી રહી છે.


ઇન્કમટેક્સની મુખ્ય રડારમાં ધરતી,ટ્રોઝન અને  રાધે ગ્રૂપ છે. જેની સાથે સંકળાયેલા એક્ટિવ અને સાઇલેન્ટ પાર્ટનરને ત્યાં પણ દરોડા પડતા આખું મેગા સર્ચ રાજ્ય વ્યાપી થઈ ગયું છે. જાણવા મળતી વિગતો મુજબ, મોરબીમાં વર્ષો જુના પેપર ગ્રુપ તીર્થકના જીવરાજભાઈ ફુલતરિયાના બંગલો ફેક્ટરી તેમજ અન્ય સ્થળો પર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બિલ્ડર મહેન્દ્ર પટેલની ઓફિસ તેમ જ તેમના ઘરે અને અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ નજીક તેમની પ્રોજેક્ટ સાઈટ પર સર્ચની કાર્યવાહી હાથ ધરાઈ છે જ્યારે તેમના કનેક્શનમાં ચાવડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તપાસ થઈ છે.


અગાઉ સૌરાષ્ટ્રને ગુજરાતના ઝવેરીઓ પર દરોડાની કામગીરી બાદ ફરી બિલ્ડરો અને મીલ માલિકો પર દરોડા પડતા સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાઓ ઉભી થઇ છે. બિલ્ડરો અને ફેક્ટરી સંચાલકોને ત્યાં તેમજ તેમના ભાગીદારોને ત્યાંથી આવકવેરા વિભાગે વ્યાપક પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો નો ચીઠ્ઠો ખોલ્યો છે.

સૌરાષ્ટ્રમાંથી તમામ ટીમને ‘અમદાવાદ’ તેડાવી લીધી

ગુજરાતમાં ભારે ચર્ચામાં રહેલા આવકવેરા વિભાગના અમદાવાદ મહેસાણા અને મોરબીમાં ચાલી રહેલા દરોડા માટે સૌરાષ્ટ્રમાંથી અધિકારીઓને અમદાવાદ અગાઉથી જ તેડાવી લેવાયા હતા. જેમાં રાજકોટ,ગાંધીધામની ટીમ બરોડાની એક દિવસ પહેલા જ અમદાવાદ પહોંચી ગઈ હતી. ગુરુવારે સાંજે આંખો કાફલો અમદાવાદ પહોંચી ગયા બાદ શુક્રવારે વહેલી સવારે 06:00 વાગ્યે એક્શન શરૂ કરી ઉદ્યોગકારોની ઠંડીને ઉડાડી દીધી હતી.

આખી રાત રાજકોટના બિલ્ડરો અને ટોચના ઉદ્યોગપતિઓ ‘ ટેન્શન’માં રહ્યાં…!!

” આવતીકાલે સવારે ઇન્કમટેક્સની રેઇડ છે..” તેવા એલર્ટ કરતાં મેસેજ ગુરુવાર સાંજથી જ ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો તેમજ ઝવેરીઓના ગ્રુપમાં વાયરલ થયા હતા. એક તરફ જીએસટી ની કામગીરી ચાલી રહી છે તો જેમાં તાજેતરમાં રાજકોટમાંથી બોગસ બિલિંગમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે જેના કારણે એવી ચર્ચાઓ ટોક
ઓફ ધ ટાઉન બની હતી કે, સો ટકા રાજકોટમાં જ દરોડા છે અને બોગસ બીલિંગ સાથે સંકળાયેલા લોકોને ત્યાં જ આઈ.ટી.નું ઓપરેશન થશે તેવી અફવાઓ ચાલી હતી.

દરોડા દરમ્યાન પૂર્વ સાંસદ વેવાઈને ત્યાં પહોંચતા અધિકારીઓ “સ્તબ્ધ”!!
મોરબીમાં તીર્થક ગ્રુપના ફુલતરિયા રવિવાર ને ત્યાં ગઈ કાલથી ચાલી રહેલી તપાસની કામગીરી દરમિયાન બપોરના સમયે પૂર્વ સાંસદ મોહન કુંડારીયા એમના ઘરે પહોંચતા અધિકારીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. એવી વાતો પણ ચાલી રહી છે કે ,તીર્થંક ગ્રુપના ફુલતરિયા પરિવાર પૂર્વ સાંસદના વેવાઈ થાય છે. મોહનભાઈ કુંડારિયા તેમના વેવાઈને ત્યાં ગયા હતા તેવો વિડીયો વાયરલ થયો હતો.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને અટકાયેલા નાણાં પરત મળશે, સ્વાસ્થ્યમાં સુધારો આવશે ; દિવસ અત્યંત શુભ રહેશે

Next

સરદારધામ-ખોડલધામને સામ સામે લાવી દેવા જયંતી સરધારાનો ઉપયોગ’ કરાયો !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IPL 2025 viewership record: RCBના વિનિંગ મોમેન્ટે રચ્યો ઇતિહાસ, પંજાબ-બેંગલુરુ ફાઈનલ સૌથી વધુ જોવાયેલી T20 મેચ બની
6 કલાક પહેલા
PM મોદીના વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : જાણો શું છે યોગ દિવસની થીમ
7 કલાક પહેલા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલમાં ટપકે છે પાણી : ભૂલ છુપાવવા જુઓ શું કર્યું?
8 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર : લાખોની કિંમતના 400 વેન્ટિલેટર ખાઈ રહ્યા છે ‘ધૂળ’
8 કલાક પહેલા
Categories

નેશનલ

2198 Posts

Related Posts

વિજય દેવરકોંડા-મૃણાલ ઠાકુરની ફિલ્મ “ધ ફેમિલી સ્ટાર” હિન્દીમાં થશે રિલીઝ
બિઝનેસ
12 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને સ્વાસ્થ્યને લગતી બાબતો કરશે હેરાન, નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
નીટ યુજી અંગે સુપ્રીમ કોર્ટમાં હવે ક્યારે સુનાવણી ? જુઓ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
દિલ્હીના ભાજપના મુખ્યમંત્રીનું નામ ક્યારે નક્કી થશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર