2 વર્ષ પૂર્વે જેલ માંથી ફરાર તસ્કરે ૧૫ સ્થળે ચોરી કરી
રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં ઓરડી ભાડે રાખી રાતે ચોરી કરનાર રીઢો તસ્કર પકડાયો
છેલ્લા બે વર્ષથી જેલમાંથી પેરોલ મેળવી ફરાર થઇ અલગ અલગ જગ્યાએ એટીએમ અને ધરફોડ ચોરી કરનાર કુખ્યાત શખ્સને રાજકોટ ઝોન-2 એલસીબીની ટીમે પકડી રાજકોટ શહેરની કૂલ ૧૫ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પકડાયલ રીઢા તસ્કર પાસેથી રૂ.5.૭૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
થોડા સમય પૂર્વે રાજકોટના ગોંડલ રોડ મહિન્દ્રા માર્શલ ટ્રેડીંગ કંપનીના શો રૂમમાંથી રૂ.૮.૭૯ લાખની ચોરી થઇ હતી જેમાં સીસીટીવીના આધારે એલ.સી.બી. ની ટીમને માહિતી મળી કે ચોરીમાં સંડોવાયેલ શખ્સ નહેરૂનગર ઇન્ડસ્ટ્રીઝ એરીયા કામનાથ વે બ્રીજની પાછળ ઓરડીમાં છુપાયો છે જેને પકડવા એલ.સી.બી. ટીમ તપાસ કરતા તે ભાગી ગયો હતો. ઓરડીના માલીક તેમજ ત્યા લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા એલસીબીની ટીમના હરપાલસિંહ જાડેજા તથા અમિનભાઈ ભલુરે આ શખ્સને ઓળખી કાઢ્યો હતો. અગાઉ ધણી ચોરીઓમાં પકડાયેલ કુખ્યાત ચોર અજય જગદીશભાઈ નાયકા હોવાનું ખુલ્યું હતું. અજય જેલ માંથી પેરોલ ઉપર આવ્યા બાદ ચોરીને અંજામ આપ્યો હોય તપાસ દરમ્યાન તે સુરતના ઉમરપાડા હોવાની હકીકત મળતા અજય જગદીશભાઇ નાયકાની ઉમરપાડાથી ધરપકડ કરી હતી.તેની પાસેથ રોકડ રકમ રૂપીયા ૫,૬૫ લાખ તેમજ અલગ અલગ દેશની ૩૮ વિદેશી ચલણી નોટો સહીત રૂ.5.૭૧ લાખનો મુદ્દમાલ કબજે કરી પુછપરછ કરતા રાજકોટ માંથી અલગ અલગ ૧૫ સ્થળેથી ચોરી કર્યાનું ખુલ્યું હતું. ચોરી કરેલી રોકડ રકમ તેના ધ સુરત ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેન્ક લીમીટેડના બેન્ક એકાઉન્ટ ખાતે જમા કરાવેલ હોય બેન્ક એકાઉન્ટની ડીટેઈલમાં રૂપીયા ૧.૬૬ લાખ જમા હોય જે એકાઉન્ટ ફ્રીઝ કરવા કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ ચોરી કરેલ અન્ય રોકડ રકમ ક્યાં ક્યાં ઉપયોગ કરેલ છે તેમજ અન્ય બેન્ક એકાઉન્ટની પણ માહિતી મેળવવા કાર્યવાહી હાથ ઘરેલ છે.ઝોન-2 એલસીબીના પીએસઆઈ આર.એચ.ઝાલા અને તેમની ટીમે કામગીરી કરી હતી.
જેલ માંથી ફરાર થયેલ અજયે વેશ પલ્ટો કરી ચોરીને અંજામ આપ્યો
અજય જગદીશ નાયકા અગાઉ ઘણી બધી ઘરફોડ ચોરી એ.ટી.એમ. ચોરી માં પકડાયેલ હોય અને છેલ્લા બે વર્ષથી નડીયાદ જીલ્લા જેલ માં હતો જ્યાંથી પેરોલ મેળવી ફરાર થયા બાદ રાજકોટ આવી મજુરી કરવાના બહાને ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પોતે પરપ્રાંતિય હોવાનું જણાવી ઓરડી ભાડે રાખી રહેતો અને સાથી કર્મચારીઓને તથા આડોશી પાડોશીને પોતે શાપર તરફ રાતપાળી કરતો હોય તેમ ખોટુ જણાવી દરરોજ રાત્રીના સમયે સાઇકલ લઈને નીકળી જતો અને અલગ અલગ શો રૂમ તથા દુકાનો તથા કારખાના ઓની રેકી કરી મોકો મળ્યે પોતાનો વેશપલ્ટો કરી ગ્રાઇન્ડીંગ મશીન રાખી તિજોરીઓ તથા બારી દરવાજા તોડી અંદર પ્રવેશ ચોરી કરતો તેમજ સી.સી.ટી.વી. કેમેરામાં પોતાનો ચેહરો સ્પષ્ટ ના દેખાય તે રીતે ચોરીઓને અલગ અલગ રીતે અંજામ આપતો તેમજ ચોરી કર્યા બાદ જે જગ્યાએ સી.સી.ટી.વી. કેમેરાનું ડી.વી.આર. હોય તે ખાસ ચોરી જતો જેથી તેની ઓળખ પોલીસ કરી શકે નહી.