લૂંટ અને દારૂના ગુનામાં વોન્ટેડ બે શખ્સો પકડાયા
હત્યાની કોશિષ અને મારામારીના ગુન્હામાં સંડોવાયેલ બે શખ્સોને પાસા
લૂંટ અને દારૃના અલગ અલગ ગુનામાં નાસતા ફરતાં બે શખ્સને એલસીબી ઝોન-૧ ટીમે પકડી લીધા છે. આજીડેમના લૂંટના ગુનામાં કોઠારીયા રોડ રામનગર-૩માં રહેતો દિવ્યેશ જેરામભાઇ ઠુમ્મર (ઉ.વ.૩૨) ફરાર હતો તેને તથા દારૃના ગુનામાં કોઠારીયા રોડ ગુલાબનગર-૭માં રહેતો સંજય ધીરૃભાઇ મકવાણા (ઉ.વ.૩૦) પણ ફરાર હતો. આ બંનેને એલસીબી ઝોન-૨ની ટીમે પકડી લઇ આજીડેમ પોલીસને સોંપાયા છે. દિવ્યેશ અગાઉ કુવાડવા, શાપર વેરાવળ, થોરાળા, નરોડા-અમદાવાદના મળી દારૃ-આર્મ્સ એકટ સહિતના ગુનાઓમાં સંડોવાઇ ચુકયો હતો. જ્યારે સંજય આગઉ તાલુકા, આજીડેમ પોલીસના દારૃના છ ગુનામાંપકડાયો હતો. તેમજ એક વખત પાસાની હવા પણ ખાઇ આવ્યો હતો.
ઉપરાંત સામાકાંઠા વિસ્તારમાં હત્યાની કોશિષ અને મારામારીના ગુન્હા કરવાની ટેવ ધરાવતા મોરબી રોડ જમનાપાર્ક શેરી નં.૧૩ના કરણ જોધાભાઇ મોઢવાડીયા (ઉ.ર૦) અને શેરી નં. ૧ ના દેવશી ઉર્ફે દેવ ભરતભાઇ દાદુકીયા (ઉ.ર૫)ની પાસા હેઠળ અટકાયત કરી કરણને સુરત તથા દેવશી ઉર્ફે દેવને વડોદરા જેલમાં ધકેલી દીધા હતા.