તાલાલામાં વધુ એકવાર ભૂકંપના બે આંચકા આવ્યા
સવારે ૨.૪ જ્યારે સાંજે ૩.૨ની તીવ્રતાના આંચકા નોંધાયા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ભૂકંપના આંચકા બંધ થવાનું નામ નથી લેતા. ગુરુવારે ફરી એકવાર તાલાલામાં ભૂકંપના બે આંચકા આવ્યા હતા. જો કે, આંચકાની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
એક સપ્તાહ અગાઉ તાલાલામાં ભૂકંપના બે આંચકા આવ્યા હતા. જેના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ગુરુવારે ફરી એકવાર તલાલામાં ભૂકંપના બે આંચકા નોંધાયા હતા. ગુરુવારે સવારે તાલાલામાં સવારે ૧૧:૩૦ વાગ્યે ૨.૪ની તીવ્રતા જ્યારે સાંજે ૫:૩૩ વાગ્યે ૩.૨ની તીવ્રતાના બે આંચકા આવ્યા હતા. જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી ૧૫ કિ.મી દૂર નોંધાયું હતું. મહત્વનું છે કે, ઓછી તીવ્રતાના આંચકાને કારણે કોઈ જાનહાની અંગેના સમાચાર સામે આવ્યા નથી.
