રાજકોટ-ગોંડલ હાઇવે ઉપર બિલિયાળા પાસે અકસ્માતમાં બેના મોત
ડમ્પર હડફેટે કોટડાસાંગાણીના વૃદ્ધનું કમકમાટીભર્યું મોત બસ ઠોકરે ચડેલા ખેડૂતની સારવારમાં મોત
રાજકોટ-ગોંડલહાઇવે ઉપર બિલિયાળા પાસે અકસ્માતના બે બનાવોમાં ખેડૂત સહિત બેના મોત થયા હતા. જેમાં ડમ્પરે એક સ્કૂટર ચાલકને ઠોકરે લેતા સ્કૂટર ચાલક વૃધ્ધનાશરીરના બે કટકા થઈ ગયા હતાઅને તેમનું કરૂણ મોત થયું હતું અને બસ હડફેટે બિલિયાળાના ખેડૂતનું મોત થયું જ્યારે પત્ની અને પૌત્રીને ઇજા થઈ હતી.
પ્રથમ બનાવમાં કોટડાસાંગાણીમાં રહેતા વલ્લભભાઈ બાલુભાઈ શેખલિયા (ઉ.વ.60) નામના દેવીપૂજકવૃધ્ધ પોતાનું સ્કૂટર ચલાવી ગોંડલ જવા નિકળ્યા હતાત્યારે બિલીયાળા ગામના પાટિયા પાસે પૂરઝડપે આવેલા ડમ્પરના ચાલકે વલ્લભભાઈને હડફેટે લેતા અકસ્માત બાદ વલ્લભભાઈ ફંગોળાઈને રોડ પર પટકાયા અને ડમ્પર તેમની માથે ફરી વળતા વલ્લભભાઈના શરીરના બે ટુકડા થઈ ગયા હતાઅને તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજ્યુંહતું.
બીજી ઘટનામાં ગોંડલના બિલિયાળા ગામ પાસે ચાર દિવસ પહેલા બસની ઠોકરે બાઈકચડી જતા ગંભીર રીતે ઘવાયેલા બીલિયાળા ગામના ખેડુત વિનોદભાઈ રવજીભાઈડોબરિયા (ઉ.વ.55) નામના પ્રૌઢતેમના પત્ની હર્ષાબેન અને પૌત્રી આરૂષી રાજકોટપુત્રીની ખબર કાઢી બાઈક પર પરત પોતાના ગામ જવા નિકળ્યા હતા. ત્યારેબસની ઠોકરે બાઈકચડી જતાવિનોદભાઈ અને પત્ની અને પૌત્રીને ઈજા પહોંચી હતીત્રણેયને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં વિનોદભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.