રાજકોટમાં આજથી બે દિવસ જીએસટીની નેશનલ કોન્ફરન્સ
ડિપાર્ટમેન્ટલ ઓડિટ,રીટ પિટિશન અને લેન્ડમાર્ક જજમેન્ટ પર મુખ્ય ચર્ચા: સુપ્રીમ કોર્ટના એડવોકેટ જે.કે.મીતલ સહિત તજજ્ઞોએ જીએસટીના મુખ્ય મુદ્દાઓ પર માર્ગદર્શન આપશે: જોઈન્ટ કમિશનર હિતેશ જલુના હસ્તે કોન્ફરન્સનો પ્રારંભ
રાજકોટમાં આ વર્ષની પ્રથમ વખત જીએસટીની નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, બે દિવસીય યોજાનારી કોન્ફરન્સ આજથી શરૂ થશે જેમાં વર્તમાન સમયમાં જીએસટીના અનેક પ્રશ્નો અને વિસંગતતાઓ લઈને વેપારીઓ અને મુશ્કેલી અનુભવાય રહી છે જેને નિવારવા માટે આ કોન્ફરન્સમાં તજજ્ઞો દ્વારા ચર્ચા કરવામાં આવશે.
રાજકોટના રૈયા રોડ પર આવેલ આઈસીએઆઇ ભવનમાં આજે સવારે 9:30 કલાકથી આ રાષ્ટ્રીય કોન્ફરન્સ શરૂ થશે જેનું ઉદ્ઘાટન રાજકોટ સ્ટેટ જીએસટીનાં જોઈન્ટ કમિશનર હિતેશ જલુ, જીએસટી અને આઈ ડી ટી ચેરમેન સી.એ સુશીલકુમાર ગોહિલના હસ્તે કરવામાં આવશે. બે દિવસીય યોજાયેલી કોન્ફરન્સમાં દિલ્હી સુપ્રીમ કોર્ટના એડવોકેટ જે.કે.મિતલ, મુંબઈના જાણીતા એડવોકેટ ભરત રાયચંદાણી, હૈદરાબાદથી સી.એ.વી.એસ.સુધીર તેમજ રવિવારે સુરતના જાણીતા એડવોકેટ અવિનાશ પોદાર અને દિલ્હીથી સી.એ. બિમલ જૈન, સી.એ.શરદ અનાડા ટેક્સ પ્રેક્ટિસનરો અને સી.એ.ને ઉપયોગી માહિતી આપશે.
જીએસટી માં અત્યારે મુખ્યત્વે ડિપાર્ટમેન્ટલ ઓડિટ,રીટ પિટિશન,લેન્ડમાર્ક જજમેન્ટ વગેરે મુદ્દાઓ પર છણાવટ કરી માર્ગદર્શન આપશે તેમ આઈ.સી.એસ.આઈ.ના ચેરમેન સી.એ. મિતુલ મહેતાએ જણાવ્યું હતું.