અમદાવાદના બે બિલ્ડર અને બ્રોકરને ત્યાં 24 સ્થળે આઇટીના દરોડા
રાજકોટ આવકવેરા વિભાગના 25 સહિત 150 અધિકારીઓ તપાસમાં જોડાયા
ઓગણજતેમજ હાઇકોર્ટ પાસે આવેલી સાઇટ ઓફિસઉપરાંત ઘર અને ઓફિસેથી દસ્તાવેજો કબજે
અમદાવાદમાં ફરી ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ સિપરમ અને અવિરત ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્યા છે. શુક્રવાર સવારથી શરૂ થયેલા દરોડામાં કરોડોના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. સિપરમ ગ્રુપ અને અવિરત ગ્રુપે દિવાળી પૂર્વે મોટા પ્રોજેક્ટ લોન્ચ કર્યા હોય તેની માહિતી મળ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં રાજકોટ આવકવેરા વિભાગના 20 થી 25 અધિકારીઓ જોડાયા હતા.
અમદાવાદનાં જાણીતા બિલ્ડરો અવિરત ગ્રુપના કનુભાઈ પટેલ, સંદીપ પટેલ અને બળદેવભાઈ પટેલને ત્યાં તેમજ ઓગણજસાયન્સ સિટી રોડ સહિત વિવિધ પ્રોજેક્ટ ધરાવતા શિપરમ પરિસરનીગ્રુપના પ્રમોટરો ત્રિકમ પટેલ, અનિલ પટેલ બિલ્ડર્સના ઠેકાણામુખ્ય ઓફિસ ખાતે ઇન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી હતી. ત્રિકમ પટેલ અને અનિલ પટેલ શિપરમ ગ્રુપના માલિકો છે.જેમની અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ અને ઓફિસ ઉપર સર્વે અને સર્ચ કરવામાં આવ્યું હતુંતથા બે ટોચના બ્રોકરોના નિવાસસ્થાનો, ઓફિસો સહિતના 24 સ્થળે ઈન્કમટેકસના ૧૫૦જેટલા અધિકારીઓનો કાફલો છે. ત્રાટકયો છે અને બેનામી હિસાબો અંગે તપાસ હાથ ધરતાં બિલ્ડર લોબીમાં સોંપો પડી જવા પામેલ
અવિરત ગ્રુપના કનુ પટેલ, સંદીપ પટેલ અને બળદેવ પટેલની હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આવકવેરા વિભાગદ્વારા તમામની ઓફિસ અને ઘરે તપાસ કરવામાં આવી રહી છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળવાની શક્યતા છે. ઇન્કમટેક્સનો 150 થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળી આવે તેવી શક્યતા છે. બિલ્ડરો વતી બુકીંગ કરી રહેલા બે બ્રોકરોને ત્યાં પણ આઇટી વિભાગે ખાનગીમાં સર્વે કર્યાં બાદ શુક્રવારે વહેલી સવારથી દરોડાનો દૌર શરૂ કર્યો હતો. હાલ આઇટી વિભાગ દ્વારા સતવાર કોઈપણ જાતની જાહેરાત કરવામાં આવી નથી અને તપાસનો દૌર શરૂ કરવામાં આવ્યો છે.દિવાળીના તહેવારો સમયે જ કરી ઈન્મટેકસ વિભાગે બિલ્ડરોને નિશાન બનાવતાં બિલ્ડર લોબીમાં પણ કચવાટની લાગણી ફેલાયેલ છે.