ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન PI ગઢવી-PSI સાખરા પરથી સવા બે વર્ષે હટ્યું સસ્પેન્શન
વી.કે.ગઢવીને ડાંગ તેમજ એસ.વી.સાખરાને વડોદરા મુકતાં ડીજીપી
રાજકોટ એસઓજીના પૂર્વ પીઆઈ અને સુરત ખાતે ફરજ દરમિયાન સસ્પેન્ડ થયેલા આર.વાય.રાવલને અમરેલી તેમજ અમદાવાદના પીઆઈ કે.બી.રાજવીને દ્વારકા પોસ્ટીંગ
રાજકોટ સહિત આખા ગુજરાતમાં ખળભળાટ મચાવી દેનારા ચકચારી તોડકાંડ'ને કારણે સસ્પેન્ડ થયેલા ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન પીઆઈ વી.કે.ગઢવી તેમજ પીએસઆઈ એસ.વી.સાખરા પરથી આખરે સવા બે વર્ષે સસ્પેન્શન હટ્યું છે.
આ બન્ને ઉપરાંત અન્ય બે પીઆઈને ફરીથી પોસ્ટીંગ આપવાનો હુકમ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યો છે. પીઆઈ વી.કે.ગઢવીને ડાંગ જિલ્લામાં મુકવામાં આવ્યો છે.
તોડકાંડ’ને કારણે બદલી થયા બાદ તેમની બદલી વડોદરા પોલીસ ટે્રનિંગ સેન્ટર ખાતે કરવામાં આવી હતી અને ત્યાંથી તેમને સસ્પેન્ડ કરાયા હતા.
જ્યારે પીએસઆઈ એસ.વી.સાખરાને અમદાવાદ કંટ્રોલ રૂમમાં મુકાયા બાદ તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એકંદરે આ બન્ને છેલ્લા સવા બે વર્ષથી સસ્પેન્શન પીરિયડ ભોગવી રહ્યા હતા. દરમિયાન ડીજીપી દ્વારા બન્ને ઉપર લાગેલું સસ્પેન્શન હટાવીને પીઆઈ વી.કે.ગઢવીને ડાંગ અને પીએસઆઈ એસ.વી.સાખરાને વડોદરા મુકવાનો હુકમ કર્યો છે.
આ જ રીતે રાજકોટ એસઓજીમાં ફરજ બજાવી ચૂકેલા અને સુરત ખાતે પોસ્ટીંગ થયા બાદ ફરજ દરમિયાન સસ્પેન્ડ થયેલા આર.વાય.રાયલને અમરેલી તેમજ અમરેલીના પીઆઈ કે.બી.રાજવીને દેવભૂમિ દ્વારકા ખાતે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.