TRP અગ્નિકાંડનો લબકારો’ ભાજપ કોર્પોરેટર સુધી પહોંચ્યો!
વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિન રામાણીએ ગેરકાયદે ગેઈમ ઝોનને ઈમ્પેક્ટ ફીના નિયમ હેઠળ કાયદેસર કરાવવા માટે
મહેનત’ કર્યાની કબૂલાત
રામાણીએ કહ્યું, મેં મીત્રતાના દાવે માત્ર આર્કિટેક્ટનો ભેટો કરાવ્યો’તો, બીજો કોઈ રોલ નથી
રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ અગ્નિકાંડનો લબકારો' ભાજપ કોર્પોરેટર સુધી પહોંચ્યો હોવાથી આગામી સમયમાં આ મુદ્દે નવા ધડાકા થઈ શકે છે. વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિન રામાણીએ ગેરકાયદેસર ગેઈમ ઝોનને ઈમ્પેક્ટ ફીના નિયમ હેઠળ કાયદેસર કરાવવા માટે
મહેનત’ કરી હોવાની કબૂલાત કરતાં હવે આ મામલે આગામી સમયમાં કેવા સમીકરણ રચાય છે તેના પર તમામની નજર રહેલી છે.
આ અંગે નીતિન રામાણીએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આઠેક મહિના પહેલાં મારા મીત્ર વી.ડી. કે જે અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનના કાકા થાય છે તેમનો ફોન આવ્યો હતો અને તેણે મને ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ ગેઈમ ઝોનને કાયદેસર કરાવવા માટે કહ્યું હતું. આ પછી મેં વાણિયાવાડીમાં ઓફિસ ધરાવતાં આર્કિટેક્ટ નીરવ વરુનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ નીરવે સ્થળની તપાસ કર્યા બાદ ગેઈમ ઝોન ઈમ્પેક્ટ ફી નિયમ હેઠળ આવી જશે તેવું કહ્યું હતું.
જો કે તેણે પ્રકાશ સહિતના પાસે જમીન બિનખેતી થયાનો પૂરાવો, લે-આઉટ પ્લાન સહિતનું માંગ્યું હતું. બે-ચાર મહિના વીતી ગયા છતાં કોઈ જ પ્રકારના પૂરાવા ન આપતાં નીરવે ફોન કરીને કહ્યું હતું કે પ્રકાશ કોઈ જવાબ આપતો નથી. આ પછી મેં મામલો પડતો મુકી દીધો હતો.
આ કામગીરી પાછળ મેં એક રૂપિયો પણ લીધો નથી કે કોઈ નેતાને ભલામણ પણ કરી નથી તેવું પણ નીતિન રામાણીએ જણાવ્યું હતું. જો કે વી.ડી. શું કામકાજ કરે છે તેનો તેમને ખ્યાલ ન હોવાનું અને તેનું પૂરું નામ પણ રામાણીને ખબર ન્હોતી !
ભલામણ' કરનાર વી.ડી. કોણ ? કોર્પોરેટર નીતિન રામાણી એમ કહી રહ્યા છે કે તેમને
ભલામણ’ કરનાર વી.ડી. નામની વ્યક્તિ તેમની મીત્ર છે પરંતુ તેમનું પૂરું નામ તેમને ખબર નથી ત્યારે જરૂરી એ પણ બની જાય છે કે આ પ્રકારે ભલામણ કરનાર વી.ડી. આખરે છે કોણ ? જ્યારે આ ભલામણ કરી ત્યારે રામાણી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.