સ્ટેટ જીએસટીમાં અધિકારીઓની બદલી
રાજકોટ,જૂનાગઢ,પોરબંદર સહિત રાજ્યભરમાં બદલીઓના ઓર્ડરો
ગુજરાત જીએસટી વિભાગમાં અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડરો થયા છે. જેમાં નડિયાદમાં ફરજ બજાવતા હર્ષદ શ્રીમાળીને નડિયાદના જ ઘટક 49 માં મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત પલ્લવી પરમાર અમદાવાદ અને સત્યમ કદુઆ ને વડોદરા અને ગાંધીનગર નિમણૂક અપાય છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર,ગોધરા,રાજકોટ, પોરબંદર જામખંભાળિયા, જુનાગઢ સહિત જીએસટી વિભાગની વિવિધ કચેરીઓમાં અધિકારીઓની બદલીના પરિપત્ર આવ્યા છે. રાજકોટ ઘટક 93 માં ભાવનગર થી યાસીન ખત્રીને મૂકવામાં આવ્યા છે, જ્યારે જયેશ જાની જેવો નાયબ રાજ્યવેરા કમિશનર કચેરી વિવાદ વિભાગમાં ફરજ બજાવતા હતા તેમને સંયુક્ત રાજ્ય વેરા કમિશનર કચેરીમાં મૂકવામાં આવ્યા છે.