રૈયા ચોકડીએ સિગ્નલ હોવા છતાં થાય છે ટ્રાફિકજામ
- નાણાવટી ચોક અને શિતલ પાર્ક ચોકડીએ સાજે માથાના દુ:ખાવા
- સમાન ટ્રાફિક સમસ્યા: કાયમી ટ્રાફિક પોલીસ-વોર્ડન મૂકવા જરૂરી
રાજકોટમા ટ્રાફિક સમસ્યા જટિલ પ્રશ્ન બની ગયો છે. વસ્તી વધવાની સાથે સાથે આ જટિલ સમસ્યાનો ઉકેલ લાવવો પણ એટલો જ જરૂરી બની ગયો છે. શહેરના ૧૫૦ ફૂટ રિગરોડ પર સાંજના સમયે પિક અવર્સમાં જે ટ્રાફિકજામ સર્જાય છે તેમા અનેક વાહનચાલકો અટવાઈ જાય છે. રૈયા ચોકડી, નાણાવટી ચોક, શિતલ પાર્ક જેવા વિસ્તારોમા અવાર-નવાર આ સમસ્યાનો વાહનચાલકોએ સામનો કરવો પડે છે.

શહેરના ૧૫૦ ફૂટ રિગરોડ પર રૈયા ચોકડી સિગ્નલ હોવા છતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. નોંધનીય છે કે, કેટલાક વાહનચાલકો જ નિયમોને નેવે મૂકીને સિગ્નલ બધ હોવા છતા રોડ ક્રોસ કરે છે અને અકસ્માતને આમત્રણ આપે છે. જ્યારે આવા વાહનચાલકો બીજા વાહનચાલકો સાથે અથડાય છે ત્યારે બબાલના દ્રશ્યો જોવા મળે છે. એક તો નિયમનો ભંગ કરે છે અને બીજી તરફ અન્ય વાહનચાલકો સાથે ઝગડો પણ કરતા હોય તેવા કિસ્સા પણ બને છે. સિગ્નલ બધ હોવા છતા નિયમ ભંગ કરતા વાહનચાલકોને સ્થળ પર જ દડ કરવામા આવે તેવુ પણ શહેરીજનો કહી રહ્યા છે.

શહેરની શિતલ પાર્ક ચોકડી પણ સાંજના સમયે ટ્રાફિક જામ થાય છે. અહી ચાર રોડ ક્રોસ થતા હોય વાહનચાલકો સામસામે આવી જાય છે. મહત્વનુ છે કે, આ ચોકડી ટ્રાફિક પોલીસ કે વોર્ડન જોવા મળતા નથી. જેના કારણે ટ્રાફિક નિયમન થતુ નથી. આવી જ રીતે નાણાવટી ચોકડીએથી પણ મોટી સખ્યામા વાહનચાલકો પસાર થાય છે. અહી પણ આજ પરિસ્થિતિ જોવા મળે છે. બપોરના સમયે પણ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાયેલી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સાંજના સમયે અહી ટ્રાફિક જામ થાય છે. જ્યારે વોર્ડન ક્યારેક ક્યારેક ઉભા રહે છે. ૧૫૦ ફૂટ રિગ રોડ પર જે ચોકડી ટ્રાફિક પોલીસ કે વોર્ડન નથી તે જગ્યાએ ખૂબ જ ટ્રાફિકજામ થાય છે ત્યારે જો આવી શિતલ પાર્ક ચોકડી, નાણાવટી ચોક સહિતના સતત ટ્રાફિકવાળા પોઈન્ટ પર કાયમી વોર્ડન મૂકવામા આવે તો વાહનચાલકોને ટ્રાફિકમાંથી આંશિક રાહત મળી શકે છે.

શહેરમા ટ્રાફિકની સમસ્યા માટે જે ટ્રાફિક પોઈન્ટ પર સિગ્નલ નથી તેવી જગ્યાએ ટ્રાફિક પોલીસ અને વોર્ડનની ટ્રાફિક નિયમન માટે ખાસ જરૂર રહે છે પરતુ આવી જગ્યાએ પોલીસ કે વોર્ડન ન હોવાને કારણે વાહનચાલકો આડેધડ પસાર થાય છે અને સમસ્યા સર્જાય છે. વોઇસ ઓફ ડે દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યા અગે ઝુબેશ શરૂ કરવામા આવી છે ત્યારે માત્ર ટ્રાફિક પોલીસ કે વોર્ડન ટ્રાફિક નિયમન કરતા નથી એવુ નથી પરતુ કેટલાક વાહનચાલકો પણ આ સમસ્યા માટે જવાબદાર છે એવુ પણ સામે આવ્યુ છે. કારણ કે નિયમોને નેવે મૂકી જોખમી રીતે વાહન ચલાવવા, સિગ્નલ બધ હોવા છતા રોડ ક્રોસ કરતા વાહનચાલકો કેમેરા કેદ થયા હતા. ત્યારે આવા વહાનચલકોએ પણ થોડુ સુધરવાની જરૂર છે અને નિયમોનું પાલન કરવુ જરૂરી છે.
