રાજકોટમાં રમકડાંના વેપારી હવે રડારમાં:સીમંધર ટોયઝ પર જીએસટીના દરોડા
લગાતાર એક અઠવાડિયાથી કરચોરી પકડવાનું એક્શન: યાજ્ઞિક રોડ પર આવેલા જાણીતા સીમંધર શો રૂમ અને તેની અન્ય પાંચ બ્રાન્ચમાં વેટ 10ના અધિકારીઓની તપાસ

જીએસટી વિભાગના સડસડાટ દરોડા યથાવત રહ્યા છે.સ્થાનિક જીએસટીએ રાજકોટના જાણીતા સીમંધર ટોયસમાં તપાસ શરૂ કરી છે. આ અંગેની મળતીવિગતો અનુસાર વેટ ડિવિઝન 10 દ્વારા શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી સીમંધર ટોયઝ તેમજ તેના અન્ય પાંચ જેટલા રમકડાના શોરૂમ પર દરોડા પડ્યા છે.
એક જ સપ્તાહથી કરચોરો પર જીએસટીની રાજ્ય અને સેન્ટ્રલ બંને ટીમે ગાળિયો કસ્યો છે. લગાતાર દરોડાની કામગીરી યથાવત રાખી છે, બિલ્ડરો, વેડિંગ વેરના વેપારીઓ, સ્ક્રેપ અને ઓઇલ મિલના ધંધાર્થીઓ અને હવે રમકડાના વેપારીઓ પર તવાઈ ઉતારી છે.
નાણાકીય વર્ષ પૂરું થવાને આજે હવે ગણતરીના મહિનાઓ બાકી છે તે પહેલા જીએસટી વિભાગએ જોરશોરથી એકસમ મોડમાં આવ્યું છે.સીમંધર ટોયઝમાંથી રમકડા ના ખરીદ વેચાણના બીલો અને જીએસટી ભરવાના ડોક્યુમેન્ટ અંગેની તપાસ અધિકારીઓ દ્વારા ચાલી રહી છે.