આજનો હરખ : ચોમાસાના વધામણા
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ચાર દિવસ વહેલું બેઠું
એક અઠવાડિયા સુધી મેઘરાજા ભીંજવતા રહેશે તેવી આગાહી
આ વખતે આંદામાન, કેરળ અને મુંબઈની જેમ ગુજરાતમાં પણ ચોમાસુ તેના નિર્ધારિત સમય કરતા ચાર દિવસ વહેલુ બેસી ગયું છે. IMD અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, ચોમાસું સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ગુજરાતમાં આવે છે પણ આ વખતે વહેલુ બેસી ગયુ છે.
નૈઋત્યનું ચોમાસું નવસારીથી પ્રવેશ્યુ છે. અને ધીરે ધીરે આ સાથે ગુજરાતમાં છવાયુ છે. ચોમાસાના આગમનને પગલે પગલે આગામી સાત દિવસ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે બુધવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને પંચમહાલ, દાહાદ અને મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, ગુરુવારે પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જ્યાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. વધુમાં ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર આણંદ, ખેડા જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદ થવાની આગાહી છે. શુક્રવાર અને શનિવારે પણ રાજ્યમાં અનેક છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ જોવા મળી શકે છે. આ દિવસોમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર, હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરાઈ છે.
IMD અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, “તમામ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.