સાહિત્ય જગતમાં આદરભર્યું સ્થાન ધરાવતા ત્રણ વરિષ્ઠ કવિઓને સાહિત્ય સેતુ દ્વારા પોંખવામાં આવશે
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ – ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ દ્વારા વિશ્વ કવિતા દિવસ નિમિતે ગુજરાતી સાહિત્ય જગતમાં આદરભર્યું સ્થાન ધરાવતા ત્રણ કવિઓનું તેઓના નિવાસસ્થાને રૂબરૂ જઈને શહેરના સમાજજીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના હસ્તે વિશ્વ કવિતા દિવસની પૂર્વ સંધ્યાએ કવિઓ-લેખકો-સર્જકો-સાહિત્યપ્રેમીઓની ઉપસ્થિતિમાં ભાતીગળ તેમજ પરંપરાગત રીતે પોંખવામાં આવશે.
ગઝલ સમ્રાટ લલિત ત્રિવેદી તેમજ પક્ષીઓને પાંખો આપી આપ્યું આકાશ. આપણને આંખો આપી આપ્યો અવકાશ આવી અનેક રચનાના રચયિતા આકાશવાણીના નિવૃત કેન્દ્ર નિયામક જાણીતા કવિ – લેખક વિજ્ઞાનના છાત્ર હોવા છતાં ગુજરાતી કવિતામાં એકદમ નોખો અવાજ ધરાવતા જેમના કાવ્યોમાં કથાનાત્મક, નાટયાત્મક અને કાવ્યાત્મક એમ ત્રણેય અનેક શૈલીઓનો વિનિયોગ જોવા મળે છે તેવા વીસમી સદીના ઉતરાર્ધના નોખા કવિ તરીકે ઉભરેલ કવિ યજ્ઞેશ દવે અને સેવા અને સંસ્કારી નગરી ભાવનગરના મૂળ વતની અને ત્રણ દાયકાથી વધુ સમયથી રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર કવિ-લેખક-ઉદઘોસક-સંપાદક સાહિત્યને સમર્પિત ઉમદા માનવી દમદાર અવાજના માલિક અનેક કવિ સંમેલનો-મુશાયરામાં ભાગ લઈ ચૂકેલા જાણીતા કટાર લેખક-વક્તા અને અનેક એવોર્ડ પુરસ્કારોથી સન્માનિત હજારો છાત્રોને ગુજરાતી વિષય ભણાવનાર મળવા જેવા માનવી વાંચકોના હૃદયમાં અનેરૂ સ્થાન ધરાવતા કવિ નટવર આહલપરા સહિતના ત્રણ ગરવી ગુજરાતી ભાષાને જેમણે અજવાળી છે. દરેકના નિવાસસ્થાને જઈને કુમકુમ તિલક, ખેસ પહેરાવી, શ્રીફળ સાકરનો પડો, પુસ્તક, સ્મૃતિભેટ, વિવેકાનંદજી નો ફોટો, શિલ્ડ આપી તેમજ શાલ ઓઢાડીને ભાતીગળ તેમજ પરંપરાગત સન્માન સમાજજીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે.
સફળતા માટે સાહિત્ય સેતુ પરિવારના વસંતભાઈ ગાદેશા, મુકેશ દોશી, અનુપમ દોશી, જનાર્દન આચાર્ય, સુધીર દત્તા, પ્રકાશ હાથી, સુનિલ વોરા, નલિન તત્રા, હસુભાઈ રાચ્છ, પંકજ રૂપારેલીયા, નૈષધભાઈ વોરા, હસુભાઈ શાહ, જયેન્દ્રભાઈ મહેતા, પરિમલભાઈ જોષી વગેરે કાર્યરત છે.