રેસકોર્સ બાલભવન પાસે કારમાં દારૂની મહેફિલ માણતા ત્રણ શખ્સો પકડાયા
રાજકોટના રેસકોર્સ બાલભવન પાસે કારમાં દારૂ મહેફિલ માણતા ત્રણ શખ્સોને પ્ર.નગર પોલીસે પકડી લીધા હતા. રેસકોર્ષ વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં.ત્યારે રેસકોર્ષ બાલભવન પાસે જાહેર શૌચાલયની બહાર વરના કારમાં ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં હોવાની જાણ થતાં પીએસઆઈ જે.જી.તરૈયા અને ટીમે ત્રણેય શખ્સોને બહાર તપાસ કરતા ત્રણેય મહેફિલ માણતા મળી આવ્યા હતા. પોલીસે નુરાનીપરા, કોઠારીયા સોલ્વન્ટ પાસે રહેતા સિરાજ અજીમ સોરા,અલ્લારખા ઈબ્રાહીમ બેભર અને મોહીત બાવઉન મીર સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.