ત્રણ મુસ્લિમ મિત્રોએ મૌલવી સામે દેશદ્રોહીના આક્ષેપ કરી ઝેર પીધું
પોરબંદરના લડકી બંદરની ઘટના અંગે પોલીસ તપાસ શરુ
પોરબંદરમાં દેશદ્રોહી પ્રવૃતિ કરતા મૌલવી સામે રાજ્યના ગૃહમંત્રી અને જિલ્લા પોલીસ વડાને ઈ-મેઈલ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી ત્રણ મિત્રોએ ફિનાઈલ ગટગટાવી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણેય મિત્રોએ મૌલવી સામે દેશદ્રોહી પ્રવૃતિ કરતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હોય પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
પોરબંદર લકડી બંદર પાસે રહેતા અને મજૂરી કામ કરતા શકીલ યુનુસ કાદરી (ઉ.વ.25), હારુન સિપાહી (ઉ.વ.31) અને સોહિલ પરમાર (ઉ.વ.26) નામના મુસ્લિમ યુવાનોએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરી એકસાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. રાજ્યના ગુણમંત્રી હર્ષ સંઘવી અને પોરબંદર જિલ્લા પોલીસ વડાને કરેલા ઈ-મેઈલ કરી ત્રણેય મિત્રોએ ચોંકાવનારી હકીકતો જણાવી હતી જેમાં પોરબંદરમાં આવેલ યુપીના મૌલવી દેશદ્રોહી પ્રવૃતિ કરતા હોવાના આક્ષેપો કર્યા છે. મૌલવી સોશિયલ મીડિયામાં એવા નિવેદન આપે છે. જોકે આ ઘટનામાં પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે શકીલ યુન્સ કાદરી, આબીદ અનવર કાદરી, ઈકબાલ અનવર કાદરી, સમીર યુનુસ કાદરી, ઇમ્તિયાઝ સિપાહી સહિતના શખ્સો સામે મોલવી અને તેના અનુયાયીઓને મૌલવી તેમજ મુસ્લિમ આગેવાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી ધાર્મિક પ્રવચનમાં બેકામ અપશબ્દો બોલી ધાર્મિક લાગણી દુભાવવા પોલીસ ફરીયાદ નોંધાઈ હોય આ મામલે પોરબંદર પોલીસે વધુ તપાસ શરુ કરી છે.