રાજકોટમાં વધુ ત્રણ લોકોના હદય ધબકારા ચૂકી ગયા
રાજકોટમાં હાર્ટ એટેકનું અટકવાનું નામ લઈ રહ્યું નથી ત્યારે તેમાં વધુ ત્રણ નો ઉમેરો થયો છે.
કોઠારીયા નજીક બજરંગ સોસાયટી શેરી નં-2 માં રહેતાં દેવનારાયણ શિવદયાલભાઈ રામ (ઉ.વ.50) પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક મુળ બિહારના અને હાલ અહીં પેન્ટિંગ કામ કરતા હતા. મૃતક ચાર બહેનમાં સૌથી મોટા હતાં તેમજ તેઓને સંતાનમાં બે પુત્ર હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
બીજા બનાવમાં સાધુવાસવાણી રોડ યોગેશ પાર્ક શેરી નં-2 માં રહેતાં ભીમજીભાઈ વીરજીભાઈ ટોપીયા (ઉ.વ.73) યુનિવર્સિટી રોડનંદભૂમિ એપાર્ટમેન્ટમાં સિકયુરિટીમાં નોકરી પર હતાં ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતા 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં દમ તોડી દિધો હતો.
હાર્ટ એટેકની ત્રીજી ઘટનામાં રૈયાધારમાં રહેતા ગૌરીબેન મોહનભાઈ પરમાર (ઉ.વ.45,) સાંજે પાંચ વાગ્યાની આસપાસ ઘરે હતાં ત્યારે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક માનસીક બિમાર હતાં. તેઓ ત્રણ બહેન અને એક ભાઈમાં વચેટ હતાં. તેમજ તેઓને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.