સરધાર પાસે રૂ.2.33 લાખના બાયોડિઝલ સાથે સંચાલક સહિત ત્રણ પકડાયા
સપ્લાયર ગાંધીધામના શખ્સનું નામ ખૂલ્યું,દોઢ મહિનાથી વેપલો ચાલતો હતો
રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધારનજીક શકિત કૃપા ટ્રેડીંગના પ્લોટમાંથી રૂ.2.33 લાખની કિમતનું 3337 લીટર બાયોડિઝલ સાથે રૂ.6.23 લાખનો મુદ્દમાલ કબજે કરી આજી ડેમ પોલીસે કોટડાસાંગાણીના નવા રાજપીપળા ગામ બસ સ્ટેન્ડની બાજુમાં રહેતા ભરતભાઇ જીવરાજભાઇ સાકરીયા,અશ્વિનભાઇ જીવરામભાઇ સાકરીયા અને દેવપરા અંકુરસોસાયટી શેરી નં.૧માં રહેતા હુસેનભાઇ હાસમભાઇ દોઢીયાની ધરપકડ તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો નોંધ્યો હતો.
અશ્વિન જીવરાજ સાકરીયા અને તેનો ભાઇ ભરત પાર્ટનરશીપમાં સાથે મળી બાયોડિઝલનો ગેરકાયદે વેચાણકરતાં હોવાનું ખૂલ્યું હતું.ટ્રકનંબર જી.કે 16 યુ 8125 માં બાયોડિઝલ ભરાતું હતું તે ટ્રકના ચાલક હુસેન હાસમ દોઢીયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. સ્થળ ઉપર થી બે લોખંડના ટાંકામાં આશરે રૂા. 2.33 લાખનું 3337 લીટર બાયોડિઝલ મળી રૂા. 6.23 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે તપાસ કરતા ભરત વશરામ રામાણીની મારૂતી પેટ્રોલીયમ નામની કંપનીના રજીસ્ટ્રેશન નંબરની જીએસટી રજીસ્ટ્રેશન સર્ટીફીકેટમળી આવ્યું હતું. બાયોડીઝલયાના ટ્રેડીંગ નામની પેઢી મારફત ગાંધીધામનો ચિરાગ શાહ સપ્લાય કરતો હોવનું ખૂલ્યું હતું. છેલ્લા દોઢેક મહિનાથી બાયોડિઝલ વેચાણ કરતાં હોવાનું કબૂલ્યું હતું. આજીડેમ પોલીસ મથકના પી. આઈ એલ.એલ.ચાવડા સાથે પીએસઆઈ એ.જે.પરમાર,એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત,હારૂનભાઇ ચાનીયા,કૌશન્દ્રસિંહ ઝાલા,જયદિપસિંહ ઝાલા, કૃણાલસિંહ ઝાલા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.