Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટનું સૌથી ઠંડુ’ પોલીસ મથક એટલે થોરાળા: ગુન્હાખોરી શેરબજારની જેમ ધડામ…

Mon, October 28 2024

જ્યાં સૌથી વધુ દારૂ-જુગાર પકડાય છે, ગમે ત્યારે મારામારી સહિતના બનાવો બને છે ત્યાં ત્રણ મહિનાની અંદર ગુન્હાખોરી-ગુન્હેગારોકાબૂ’માં આવી ગયાનું ઉપસતું ચિત્ર

જો કે અન્ય વિસ્તારોની માફક અહીં પણ ઘરફોડી નોંધપાત્ર: થોરાળા પોલીસ ઉપરાંત પીસીબી-ડીસીબી-એલસીબીની જબરદસ્ત ધોંસ'થી ગુંડાતત્ત્વો-બૂટલેગરો ભોંભીતર

રાજકોટના કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે દારૂ-જુગાર માટે સૌથી કુખ્યાત વિસ્તાર કયો ? આવો પ્રશ્ન દસ લોકોને પૂછવામાં આવે તો તેમાંથી સાત લોકો ક્ષણભરનો વિચાર કર્યા વગર કહી દેશે કે થોરાળા...! એકાદ-બે નહીં બલ્કે છેલ્લા ઘણા વર્ષોથી થોરાળા વિસ્તાર દેશી-વિદેશી દારૂની બદી તેમજ જુગાર માટે વગોવાઈ ગયો છે. જો કે પાછલા થોડા સમયથી પોલીસે આ વિસ્તાર ઉપર ખાસ્સું ધ્યાન કેન્દ્રીત કરીને એક બાદ એક ધોંસ બોલાવવાનું શરૂ કરતાં અત્યારે સ્થિતિ એવી છે કે અન્ય પોલીસ મથકની તુલનાએ થોરાળા પોલીસ મથક વિસ્તાર એકદમઠંડો’ પડી ગયો છે. આવું અમે નથી કહેતા બલ્કે છેલ્લા ત્રણ મહિના દરમિયાન પોલીસ ચોપડે નોંધાયેલી ગુન્હાખોરીના આંકડા કહી રહ્યા છે કે થોરાળા પોલીસ મથક વિસ્તારમાં ગુન્હાખોરીનો ગ્રાફ શેરબજારના સેન્સેક્સની જેમ ધડામ થઈ ગયો છે !


જ્યાં સૌથી વધુ દારૂ-જુગારના કેસ થઈ રહ્યા હતા તે થોરાળા પોલીસ મથકમાં જૂલાઈથી સપ્ટેમ્બર સુધીના ત્રણ મહિનામાં કેસની સંખ્યાએ માતબર ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત ગમે ત્યારે મારામારી થઈ જવાની ઘટનાઓમાં પણ નોંધપાત્ર ઘટ આવી હોવાનું આંકડા પરથી લાગી રહ્યું છે. એકંદરે ત્રણ મહિનામાં અહીં નોંધાયેલી ગુન્હાખોરી અને ગુન્હેગારો કાબૂમાં આવી ગયા હોય તેવું ચિત્ર પ્રાપ્ત થયેલા આંકડા પરથી ઉપસ્થિત થઈ રહ્યું છે.


જો કે ચિંતાની વાત એ પણ છે કે અન્ય વિસ્તારોની માફક અહીં પણ ઘરફોડ ચોરીના કેસ નોંધપાત્ર થઈ રહ્યા છે. વળી, આ ચોરીના ઉકેલ લાવવામાં પોલીસ ક્યાંકને ક્યાંક ઉણી ઉતરી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. ત્રણ મહિનાની અંદર અહીં છ ઘરફોડ ચોરીના બનાવ બન્યા છે જેમાં બે ચોરીને અંજામ આપનારા આરોપી સુધી હજુ પોલીસ પહોંચી શકી નથી. આ ઉપરાંત અહીં ત્રણ મહિનાની અંદર હત્યાનો એક બનાવ નોંધાયો છે જેનો આરોપી પણ દબોચાઈ ચૂક્યો હતો. અન્ય ગુન્હાની વાત કરવામાં આવે તો અહીં મારામારીના છ બનાવ જ ચોપડે નોંધાયા છે.


બીજી બાજુ પોલીસ કમિશનર તરીકે બ્રજેશકુમાર ઝાએ ચાર્જ સંભાળ્યા બાદ તેમણે સંવેદનશીલ વિસ્તારના પોલીસ મથકના સ્ટાફને દારૂ-જુગારની બદી ઉપર તૂટી પડવા ઉપરાંત મહત્ત્વની બ્રાન્ચોને પણ આ વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક દરોડા પાડવા આદેશ આપતાં જ પીસીબી, ડીસીબી, એલસીબીએ પણ અહીં મહદ અંશે દરોડા પાડતાં ગુન્હેગારોમાં ક્યારેય ન જોવાયો હોય તેવો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ખાસ કરીને પોલીસ કમિશનરને વિદેશી દારૂના વેચાણ તેમજ દેશી દારૂની ભઠ્ઠીથી સખ્ત નફરત હોય તેમણે સ્ટાફને આ બદી ડામવા માટે ગમે તે પ્રયાસ કરવા પડે તે કરવા માટે આદેશ આપ્યો હતો એટલા માટે જ દારૂની હેરાફેરી તેમજ વેચાણ માટે કુખ્યાત થોરાળા વિસ્તારમાં પોલીસે એક બાદ એક રેડ પાડતાં બૂટલેગરો અત્યારે શોધ્યા ચડી રહ્યા નથી.

Share Article

Other Articles

Previous

મંગળવારે ધનતેરસનુ મહત્વ : પૂજન અને શુભ સમયની યાદી

Next

નરેન્દ્ર મોદી આજે અમરેલીમાં કરશે ‘વિકાસ મુબારક’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
રાજકોટ એરપોર્ટ પર ફિલ્મસ્ટાર્સનો મેળો: રણબીર સિંહ,દીપિકા સહિતના કલાકારોનું આગમન, અંબાણી પરિવારના કાર્યક્રમમાં સેલેબ્સ આપશે હાજરી
2 મિનિટutes પહેલા
રાજકોટ એરપોર્ટમાં ઇલેક્ટ્રિક વિભાગમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા પ્રીતેશ સુરેશભાઈ ભુવા નામના 30 વર્ષીય યુવકનો આપઘાત
16 મિનિટutes પહેલા
રાજકોટમાં હેલ્મેટનું ભૂત ફરી ધૂણ્યું! DCPએ કહ્યું, કચેરીમાં આવતા અરજદારોએ પણ હેલ્મેટ પહેરવું જ પડશે
27 મિનિટutes પહેલા
‘નીતીશ મુખ્યમંત્રી હતા, છે અને રહેશે…’ JDUએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, પછી ડિલીટ કરતાં રાજકીય વર્તુળોમાં હલચલ
38 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2647 Posts

Related Posts

રાજકોટના તત્કાલિન મ્યુનિ.કમિશનર આનંદ પટેલને અપાયું પોસ્ટીંગ: નાણા વિભાગમાં એડિશનલ સેક્રેટરી તરીકે મુકાયા: અગ્નિકાંડ બાદ ‘સાઈડલાઈન’ કરી દેવાયા હતા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઝારખંડમાં બની અતી કરુણ ઘટના : જળાશયમાં ડૂબી જતા 6 બાળકોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જાતિના રાજકારણ પર ગુસ્સે થયા નીતિન ગડકરી, જુઓ શું કહ્યું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન : મનીષ નરવાલે શૂટિંગમાંસિલ્વર મેડલ અને પ્રીતિ પાલે 100 મીટર રેસમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર