રૂપાલાને થેાડીક રાહત: કાઠી ક્ષત્રિય સમાજનું સમર્થન
કમલમમાં પત્રકાર પરિષદ યેાજી: રૂપાલા વિવાદ સાથે અમારે કાઇ લેવા દેવા નથી: કાઠી સમાજ હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે છે
રાજકેાટમાં શુક્રવારે કમલમ કાર્યાલયે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પત્રકાર પરિષદનું આયેાજન કરવામાં આવ્યૂ હતું. જેમાં કાઠી સમાજ દ્વારા જણાવ્યું હતું કે, કાઠી સમાજ વડાપ્રધાન નરેન્દ્ર મેાદીના સમર્થનમાં છે. અમારે આંદેાલન સાથે કઈ લેવા દેવા નથી. તેમ કહી રૂપાલાને ખુલ્લુ સમર્થન આપ્યું હતું.
રાજકેાટમાં લેાકસભા બેઠકના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ વિશે કરેલી ટિપ્પણીને લઈને રાજ્યભરમાં આંદેાલન થઈ રહ્યા છે અને જુદા-જુદા કાર્યક્રમેા આપવામાં આવી રહ્યા છે ત્યારે રાજકેાટમાં શુક્રવારે કાઠી ક્ષત્રિય સમાજે પત્રકાર પરિષદ કરીને આ આંદેાલન સાથે કઈ જ લેવા દેવા ન હેાવાનું કહી રૂપાલાને સમર્થન આપ્યું હતું.
પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ મુન્નાભાઈ વિછિયાએ કહ્યું હતું કે, કાઠી સમાજની કેાર કમિટીની મિટિંગ મળી હતી અને તેમાં ભાજપને સમર્થન આપવાનેા નિર્ણય લેવાયેા હતેા. એમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મેાદી જ્યારે ત્રીજીવાર દેશનું નેતૃત્વ કરવા ચુંટણી લડી રહ્યા હેાય ત્યારે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલેા કાઠી ક્ષત્રિય સમાજ વડાપ્રધાન મેાદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે.
આ ઉપરાંત કાઠી સમાજના અગ્રણી રામકુભાઈ ખાચરે કહ્યું હતું કે, અમે સુર્યવંસી છીએ અને અમારા ઇષ્ટ ભગવાન શ્રી રામ છે. ત્યારે જે રીતે અયેાધ્યામાં ભગવાન શ્રી રામની પુન:પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તેનાથી અમને ધાર્મિક, આધ્યાત્મિક અને આંતરાત્માથી સંતેાષ થયેા છે. ભારતના વિકાસ માટે તેમજ સુર્ય દેવળ મંદિરનેા જે રીતે વિકાસ થયેા છે અને આ સમયે જ્યારે ચુંટણી આવી રહી છે ત્યારે કાઠી ક્ષત્રિય સમાજના બધા લેાકેા માટે ઋણ ચૂકવવાનેા સમય આવ્યેા છે ત્યારે સમાજે ભેગા મળીને નક્કી કર્યું છે કે, ભાજપને દરેક જગ્યાએ તન,મન અને ધનથી ટેકેા આપવેા.
કાઠી સમાજ રૂપાલાને માફી આપે છે કે કેમ? તેવા પ્રશ્નના જવાબમા કાઠી સમાજના અગ્રણીઓએ કહ્યું હતું કે, એ વાત સાથે અમારે બહુ લેવા દેવા નથી. માફી માંગે કે મંગાવે તે અમારી પ્રકૃતિ નથી. અમારા સૌ આગેવાનેાએ સાથે મળીને નિર્ણય લીધેલેા છે. અમારા ઉપર કેાઈનું પ્રેશર નથી. વર્તમાન સમયમાં આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે ત્યારે રાષ્ટ્રીય પ્રશ્નમાં જ્યારે નરેન્દ્ર મેાદીનેા સવાલ આવતેા હેાય ત્યારે અમારે બીજા બધા પ્રશ્નેાને ગૌણ માનીને અમારી ફરજમાં આવે છે કે એમને ટેકેા આપીએ.
કાઠીઓ હિન્દુત્વની અને સનાતનની સાથે રહ્યા છે. અત્યારે પણ હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે છીએ. તેના ધરેાહર રૂપ નરેન્દ્ર મેાદી સાથે રહેવા માંગીએ છીએ. એમણે જે ઉમેદવાર ઉભા રાખ્યા હેાય એને ટેકેા આપવેા એ અમારી નૈતિક ફરજ છે.