બોટાદના પીપળમાં પુત્રવધુ ઉપર નઝર બગાડનાર પિતાની પુત્રએ હત્યા કરી
પિતા-પુત્ર વચ્ચે થયેલ ઝગડાનો કરુણ અંજામ, હત્યારા પુત્રની ધરપકડ
બોટાદ જિલ્લાના પીપળ ગામે પુત્રવધુ ઉપર નઝર બગાડનાર પિતાની પુત્રએ દાતરડાના ઘા ઝીંકી હત્યા કરતા સનસનાટી મચી ગઈં છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હત્યારા પુત્રની ધરપકડ કરી છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને ગઢડાના પીપળ ગામે ખેત મજુરી કામકરવા આવેલ સાવન બામણીયાને તેના પિતા રઘુરામ સાથે ઝગડો થયા બાદ પુત્ર સાવને ઉશ્કેરાઈ જઈને દાંતરડાથી પિતા પર હુમલો કર્યો હતો. જેમાં પિતાનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ પોલીસને કરાતા ગઢડા પોલીસની ટીમ તાત્કાલિક પીપળ ગામ ખાતે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે હત્યા કરનાર સાવનની માતા અન્ય શખ્સ સાથે ભાગી ગયેલ જેની દાઝ રાખીને તેમજ પિતા રઘુરામે સાવનની પત્ની ઉપર નજર બગડતા જે મામલે થઈ બોલાચાલી હતી.જેમાં રઘુરામને પુત્ર સાવને દાતરડાના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. આ મામલે ભત્રીજા દિપક બલરામ બામણીયાએ પોતાના પિતરાઈ ભાઈ સાવન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી ગઢડા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.