શાપર-વેરાવળના પારડીમા દંપતી સહીત ત્રણ ઉપર હુમલો
યુવાનને છરીના ઘા ઝીંકી પત્નીના કપડા ફાડ્યા બચાવવા ગયેલા સાસુને પણ મારમાર્યો
મામા- ભાણેજ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
શાપર-વેરાવળના પારડી મા આવેલી વેલનાથસોસાયટીમાં વાહન સાઈડ માંલેવા બાબતે પાડોશમાં રહેતા મામા- ભાણેજ સહિત ત્રણ શખ્સોએ યુવકને છરી ઝીંકી અને તેની પત્નીના કપડા ફાડી નિર્લજ હુમલો કર્યો હતો તમેજ બચાવવા વચ્ચે પડેલા યુવકના સાસુને પણ માર મારવામાં આવ્યો હતો આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
પારડીમાં આવેલી વેલનાથ સોસાયટીમાં રહેતા જયેશભાઈ નામના યુવાની ફરિયાદને આઘારે પોલીસે અશ્વિનભાઈ પ્રવીણભાઈ મહિડા,સમીર ઉર્ફે વિજય બાવાજી અને આરોપી વિજયનો ભાણેજ હરેશ વિરુદ્ધ મારામારી, એટ્રોસિટી અને છેડતીનો ગુનો નોંધ્યો છે. મૂળ ગોંડલના પાટીયાળી ગામના વતની અને હાલ પારડીમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા જયેશભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું તે સબંધી પ્રકાશભાઈ દાફડા સાથે પોતાના ઘર પાસે હતા ત્યારે આરોપી સમીરે વાહન સાઈડમાં લેવાનું કહી માથાકૂટ કરી હતી. તેમજ પત્નીનાકપડાં ફાડી નિર્લજ્જ હુમલો કરી તેમને પછાડી દઈ બચાવવા વચ્ચે પડેલા તેમના સાસુ વિજયાબેનને પણ પાઇપ નો ઘા ઝીંક્યો હતો તેમજ જયેશને હરેસે પકડી રાખી સમીર ઉર્ફે વિજય બાવાજી એ છરી ઝીંકી હતી
