લગ્ન માટે અધીરા બનેલા પુત્રએ પિતાના પગ ભાંગી નાખ્યા
જસદણ પોલારપર રોડ ગજાનંદ સોસાયટીમાં રહેતા મનસુખભાઈ નાનજીભાઈ સાકરીયા (ઉ.49)ને તેના જ પુત્ર ગૌમતમનસુખભાઈ સાકરીયા અને જયેશ મનસુખભાઈ સાકરીયાએ મારમારી બન્ને પગ ભાંગી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મનસુખભાઇ ફરિયાદી કડીયા કામ કરે છે પુત્ર ગૌતમની એક વર્ષ પહેલા સગાઈ થઈ ગઈ છે. પરંતુ મોટી પુત્રી રેખાની સગાઈથઈ નથી જેના કારણે પુત્ર ગૌતમ લગ્ન કરી આપવા માટે પિતા પર દબાણ કરતો હોયપરંતુ પિતા મોટી પુત્રીના લગ્ન બાદ જ પુત્રને પરણાવવાનું કહેતા હતાં. જેનાકારણે ઉશ્કેરાયેલ પુત્રએ ધોકા વડે પિતા મનસુખભાઈ પર હુમલો કરી બન્ને પગભાંગી નાખ્ય હતાં. જ્યારે પુત્ર જયેશે પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો.